1988 બ્લોકબસ્ટર ફિલ્મ પાપ કી દુનિયાઃ 1988માં રિલીઝ થયેલી ડિરેક્ટર શિબુ મિત્રાની ફિલ્મ 'પાપ કી દુનિયા'એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તે વર્ષની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મ સુપરહિટ સાબિત થતાં જ સની દેઓલનું નસીબ પણ બદલાઈ ગયું. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મ અમિતાભ બચ્ચન-વિનોદ ખન્નાની 1977ની બ્લોકબસ્ટર ફિલ્મની રિમેક છે.