રેલ ટ્રાફિકમાં અનધિકૃત યાત્રાને અટકાવવા માટે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, અમદાવાદ શ્રી પવન કુમાર સિંહના નેનૃત્વમાં વિવિધ પ્રકારની ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે, જાન્યુઆરી 2024 ના અંત સુધીમાં, અમદાવાદ ડિવિઝન દ્વારા વધુ ને વધુ ટિકિટ ચેકિંગ સ્ટાફની મદદથી જેમાં મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ સહિત ના સહયોગ થી મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન અને અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારની ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ મોટા પાયે થયેલ ચેકિંગ દરમિયાન 29885 કેસ નોંધાયા હતા અને રૂ. 2.01 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીમાં 22.78 ટકા વધુ છે. આ વર્ષે ડિવિઝન દ્વારા એપ્રિલ-2023 થી જાન્યુઆરી-2024 સુધીમાં ટિકિટ વગરના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વગરના માલના કુલ 3.21 લાખ કેસ અને રૂ. 23.02 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
તમામ યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ માત્ર યોગ્ય ટ્રેન ટિકિટ પર જ યાત્રા કરે, આનાથી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને સન્માનપૂર્વક યાત્રા પણ કરી શકશો.


