એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી નાગરિકો જટિલ સર્જરી અને વિવિધ રોગોની સારવાર માટે આવે છે. અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં રોકાવું પડતું હતું અથવા ફૂટપાથ પર રાત વિતાવવી પડતી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ, નાગરિકોની આ હાલાકી દૂર કરવા માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતે ₹૬૦ કરોડના ખર્ચે ૮૫૮ બેડની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે.
રેનબસેરાની મુખ્ય વિશેષતાઓમાં વિશાળ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ૮ માળ ધરાવતા આ ભવનનું કુલ બાંધકામ ક્ષેત્રફળ ૨૪,૪૩૬ ચો.મી. છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ૨૮૦ લોકોની ક્ષમતા ધરાવતી વિશાળ કેન્ટીન અને આધુનિક રસોડું તેમજ અન્ય સુવિધાઓમાં ટીવી રૂમ, રિસેપ્શન, બેંક એટીએમ અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ૦૮ દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે
આ રેનબસેરામાં સ્વચ્છ ડોરમેટરી, પૂરતા શૌચાલય અને સામાન રાખવા માટે સુરક્ષિત લોકરની સુવિધા પણ ઉપલબ્ધ છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા બેઝમેન્ટમાં ૫૮ ફોર-વ્હીલર અને ૯૧ ટુ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધાની સુવિધા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે ૧ લાખથી વધુ દર્દીઓ દાખલ થાય છે. આ સુવિધાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ મળશે. તેનાથી હોસ્પિટલના કોરિડોર અને ગેલેરીઓમાં થતી ભીડ ઘટશે, જેના પરિણામે હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવામાં પણ સરળતા રહેશે. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ 'રેનબસેરા' સેવા અને માનવીય અભિગમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે.
અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે.
સંબંધિત સમાચાર
રાજપીપલા ભાજપમાં મોટો ભડકો: ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખના આમરણાંત ઉપવાસ, નીલ રાવના રાજીનામાની માંગ | અમદાવાદ એક્સપ્રેસ
પાટણના ચંદ્રુમાણામાં શ્રીમદ ભાગવત કથાની ભવ્ય પૂર્ણાહુતિ: દુધેશ્વર મહાદેવ ખાતે ઉમટ્યું માનવમેહરામણ | અમદાવાદ એક્સપ્રેસ
અમદાવાદ ડિવિઝનમાં ટ્રેન સુરક્ષાને નવી ગતિ: ₹140 કરોડના કવચ પ્રોજેક્ટને મંજૂરી, KM વિસ્તાર કવચથી સજ્જ થશે