રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 20945/20946 એકતાનગર – હજરત નિજામુદ્દીન – એકતાનગર સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક ટ્રેનના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે -
ટ્રેન નંબર 20945 એકતાનગર – હજરત નિજામુદ્દીન સુપરફાસ્ટ જે હાલમાં એકતાનગરથી દરેક બુધવાર અને શુક્રવારના રોજ ઉપડે છે, 31 જુલાઈ, 2025 થી અન્ય સૂચના સુધી આ ટ્રેન એકતાનગરથી દરેક ગુરૂવાર અને શનિવારના રોજ 15:20 કલાકને બદલે હવે 23.30 કલાકે પ્રસ્થાન કરશે.
ટ્રેન નંબર 20946 હજરત નિજામુદ્દીન – એકતાનગર સુપરફાસ્ટ જે હાલમાં હજરત નિજામુદ્દીનથી દરેક ગુરૂવાર અને શનિવારના રોજ ઉપડે છે, 01 ઓગસ્ટ, 2025 થી અન્ય સૂચના સુધી આ ટ્રેન હજરત નિજામુદ્દીનથી દરેક શુક્રવાર અને રવિવારના રોજ 13:25 કલાકને બદલે હવે 15.45 કલાકે પ્રસ્થાન કરશે.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


