સ્ટોરી કન્ટેન્ટ બાય જ્યોતિ પટેલ: અમદાવાદના એસજી હાઈવે પરના સોલા ઉમિયા કેમ્પસ ખાતે કરોડો રુપીયાના ખર્ચે નવનિર્મિત અધ્યતન સુવિધાયુક્ત દિકરા-દિકરીઓની કારકિર્દી માટે અત્યંત મહત્વપુર્ણ હોસ્ટેલનું લોકાર્પણ કરવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.દેશના કેન્દ્રીય ગ્રુહ અને સહકાર મંત્રી અમિતશાહના વરદ હસ્તે અદ્યતન સુવિધાયુક્ત હોસ્ટેલની બહુમાળી ઈમારતનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સોલા ઉમિયા કેમ્પસ ખાતે આયોજીત ભવ્યાતિભવ્ય લોકાપ્રણ પ્રસંગે દાનેશ્વરી દાતાઓના સન્માન કરાયા હતા.તે સાથે દાન માટે તામ્રપત્ર અને ઈ હુંડીનો પણ શુભારંભ કરાયો હતો.ઉમિયા મતકી જય ના નારા સાથે અમિત શાહે તેમના પ્રવચનનો શુભારંભ કર્યો હતો.અમિત શાહે ઉમિયા માતકી જયના નારા લગાવી મા ઉમિયા માતાજી પ્રત્યેની અતુટ આસ્થા અને શ્રધ્ધા ના દર્શન કરાવ્યા હતા.તેમણે પાટીદાર સમાજની સમર્પિતતા,એકતા,સહકારની ભાવના,રાષ્ટ્રભાવનાના ભરપેટ વખાણ કર્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પુર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા,પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ,ધારાસભ્યો,સાંસદ સભ્યો સહિત રાજકીય મહાનુભાવો અને પાટીદાર સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષો પહેલાં દિર્ઘદ્રષ્ટિ ધરાવતા કડવા પાટીદાર સમાજના વડીલો,દાનેશ્વરી દાતાશ્રીઓ અને ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ અમદાવાદના એસજી હાઈવે રોડ પરના સોલા ખાતે 22 વિધા જમીન ખરીદી હતી.કડવા પાટીદાર સમાજ માટે અત્યંત મહત્વપુર્ણ સ્થળ પર સમાજના દિકરા દિકરીઓની ઉજ્જવળ કારકિર્દી,પરંપરાઓને સાથે રાખી વિકાસ કરવા અને સમાજના ઉત્થાન માટેની અનેકવિધ રચનાત્મક પ્રવ્રુત્તિઓ કરવા માટે અસંખ્ય સ્વપ્નને સાકાર કરવા માટે જમીન ખરીદી હતી.19 ડિસેમ્બર 2021 સોલા ઉમિયા કેમ્પસના વિકાસ માટે રુપીયા 1500 કરોડના પ્રોજેક્ટને સાકાર કરવા માટે શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો હતો.જે પ્રસંગે કેન્દ્રીય ગ્રુહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.સોલા ઉમિયા કેમ્પસના વિકાસના પ્રોજેક્ટ અંતર્ગત દિકરા-દિકરીઓ માટે સુરક્ષિત સલામત અધ્યતમ હોસ્ટેલ નિર્માણના પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી હતી.અદ્યત સુવિધાયુક્ત હોસ્ટેલના બે હાઈરાઈઝ ટાવર ઉભા કરવા માટે આર્કિટેકની ટીમે માત્ર એક જ રુપીયો ટોકન ફી લઈને અકલ્પનિય સેવા કરી હતી.પાર્કિંગ,ઈ લાયબ્રેરી,પીવાનું શુધ્ધ પાણીનો અધ્યતન પ્લાન્ટ,શુધ્ધ-સાત્વિક-પૌષ્ટિક ભોજન,એક્સરસાઈઝ,રીંડીગ હોલ,કોંચીંગ ક્લાસીસ,લોન્ડ્રી સહિતની અધ્યતન સુવિધાયુક્ત 400 જેટલા રુમમાં 1600 જેટલા દિકરા-દિકરીઓને ખુબ જ ઓછી ફી લઈને એડમિશન આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
કડવા પાટીદાર સમાજના દિકરા-દિકરીઓને ઉચ્ચ શિક્ષણ સાથે સંસ્કાર,સમાજની પરંપરાઓ જાળવી રાખવાની પ્રેરણા તથા મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની ધાર્મિક ભાવના વધે તેવા બહું ઉદ્દેશ્ય સાથે વડવાઓએ સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે ઉમિયા કેમ્પસ ખાતે ઉભી કરાયેલી અધ્યતન હોસ્ટેલનું લોકાર્પણ કેન્દ્રીય ગ્રુહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કરાયું હતું.જે પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજકીય મહાનુભાવો અને હજારો કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.અચરજની વાત એ હતી કે કાળઝાળ ગરમી હોવા છતાં પાટીદાર સમાજના ભાઈ બહેનો એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કે તેમને ડોમની બહાર તડકામાં ઉભા રહેવું પડ્યું હતું.કાળઝાળ ગરમી હોવા છતાં તેઓ બહાર ઉભા રહીને પ્રસંગને શિસ્ત-સંયમ સાથે માણ્યો હતો.
કેન્દ્રીય ગ્રુહમંત્રી અમિતભાઈ શાહ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પુર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રુપાલા અને પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનું મહાનુભાવો,સમાજના અગ્રણીઓ,ઉમિયા માતાજી સંસ્થાનના પદાધિકારીઓ અને દાનેશ્વરી દાતાશ્રીઓ ના હસ્તે ખેસ,ફુલના હાર,મા ઉમિયા માતાજીની છબી અને પ્રસાદ સાથે સ્વાગત સન્માન કરાયું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે રીમોટ દ્વારા હોસ્ટેલ ઈમારતનું લોકાર્પણ કરતાં હજારો પાટીદારોએ ઉમિયા માતાનો જયજયકાર કરાવ્યો હતો.આ પ્રસંગે દેશ વિદેશમાં વસતા કરોડો ઉમા ભક્તોને દાન કરવાની સરળતા રહે તે માટે ઈ દાન હુંડી અને તામ્રપત્રનું પણ લોકાર્પણ કર્યું હતું.કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે તમના પ્રવચન પુર્વે ઉમિયા માત કી જયના નારા લગાવી ઉમિયા માતાજી પ્રત્યે તમની અતુટ આસ્થા અને શ્રધ્ધાાના દર્શન કરાવ્યા હતા.કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે દાનેશ્વરી દાતાશ્રીઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા.હોસ્ટેલ બીલ્ડીંગ લોકાર્પણ પ્રસંગે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા કડવા પાટીદાર સમાજના ભાઈ-બહેનોએ તેમની સ્વયં શિસ્ત અને સંયમના દર્શન કરાવ્યા હતા.
સરકારે કરી મદદઃ200 કરોડ બચાવ્યા
ભવ્યાતિભવ્ય હોસ્ટેલ લોકાર્પણ પ્રસંગે પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના તે સમયના અધ્યક્ષ,અગ્રણીઓ અને કડવા પાટીદારના ચિંતા કરનાર વડીલો તેમની પાસે આવ્યા હતા.તેમણે જમીનની કપાત પર ચિંતા વ્યક્ત કરી હતી.22 વિઘા વિશાળ જમીન પર સરકાર કપાત કરે તો કરોડો રુપીયાનું નુકશાન થાય તેમ હતું,પરંતુ ભાજપની સરકાર,તત્કાલીન મુખ્યમંત્રી સમક્ષ નિતીનભાઈ પટેલે રજુઆત કરતાં સરકારે ઝીરો કપાતનો હુકમ કર્યો હતો.જેના પરિણામે સંસ્થાનને આશરે 200 કરોડ રુપીયાનો ફાયદો થયો હતો.તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર હંમેશાં પાટીદાર સમાજ સહિત તમામ સમાજની ચિંતા કરનારો પક્ષ છે.દરેક સમાજને તેમના સામાજીક કાર્યો પુર્ણ કરવામાં મદદરુપ થાય છે.
દાનનો પ્રવાહ સતત અને અવિરત
સોલા ઉમિયા કેમ્પસ ખાતેના રુપીયા 1500 કરોડના પ્રોજેક્ટને સાકાર કરવા માટે શુભલક્ષ્મીનું દાન કરવામાં કડવા પાટીદાર સમાજની સતત ચિંતા કરનારા દાનેશ્વરી દાતાશ્રીઓના હાથ ક્યારેય ધ્રુજતા નથી.તેની સાબિતી આપતી ઘટના એ હતી કે લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત કેટલાક દાતાઓએ કરોડો રુપીયાના દાન કરવાની જાહેરાત કરી હતી.દાનનો અવિરત પ્રવાહ સતત અને અવિરત રીતે ચાલુ રહ્યો છે.
દાતાશ્રીઓનું કરાયું ઉમળકાભેર સન્માન
લોકાર્પણ પ્રસંગે રુપીયા 31 કરોડ રુપીયાનું દાન કરનાર દસ્ક્રોઈના ધારાસભ્ય અને ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ બાબુભાઈ જમનાદાસ પટેલ,રુપીયા 15 કરોડનું દાન કરનાર સી કે પટેલ,કુમાર છાત્રાલય ના નામકરણના દાતા જે. એસ. પટેલ ( માણસા ), કન્યા છાત્રાલય ના નામકરણના દાતા તપસ્વિ અરવિંદભાઈ પટેલ ( લણવા ), પાંચ કરોડનું દાન કરનાર યુસીડીસી નામકરણના દાતા પ્રતાપભાઈ બુલાખીદાસ પટેલ ( મુંબઈ ), પાંચ કરોડના દાતા ચીમન ભાઈ અગ્રવાલ, પાંચ કરોડ રુપીયાનું દાન કરનાર ડી ડી પટેલ,કરોડો રુપીયાનું દાન કરનાર મૌલેશ ઉકાણી,ગોવિંદભાઈ વરમોરા,બાબુભાઈ પટેલ( જય સોમનાથ ગ્રુપ,ખોરજ ) કામેશ્વર ગ્રુપના પ્રહલાદ ભાઈ પટેલ સહિતાન દાતાશ્રીઓના સન્માન કરાયા હતા.અચરજની વાત એ હતી કે પાંચ કરોડ કે તેનાથી વધારે રકમનું દાન કરનાર દાતાશ્રીઓને સ્ટેજ પર સ્થાન અપાયુ હતું.દાતાશ્રીઓની સંખ્યા એટલી વધારે હતી કે જગ્યાની મર્યાદાના કારણે 25 કરોડ કે તેનાથી ઓછી રકમનું દાન કરનાર દાતાશ્રીઓને સ્ટેજ પર સ્થાન આપી શકાય તેમ ન હોવાથી સ્ટેજની સામે વીઆઈપી બેઠકમાં સ્થાન અપાયું હતું.
દિકરા-દિકરીઓને મળ્યું સુરક્ષિત-સલામત સ્થળ
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા કડવા પાટીદાર સમાજના તેજસ્વિ દિકરા-દિકરીઓ મોટી સંખ્યામાં ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી માટે અમદાવાદમાં આવે છે.એક સર્વે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાંથી દરવર્ષે 35 હજાર દિકરા-દિકરીઓ અમદાવાદમાં આવે છે.જે દિકરા દિકરીઓ ખાનગી હોસ્ટેલમાં,મકાન ભાડે રાખીને કે પીજીમાં રહેતા હોય છે.જે સ્થળો દિકરા દિકરીઓ માટે સુરક્ષિત અને સલામત હોતા નથી.સોલા ઉમિયા કેમ્પસ ખાતેની અધ્યતન આધુનિક સુવિધાયુક્ત હોસ્ટેલ સુરક્ષા અને સલામતી પુરી પાડશે.સાથે સાથે દિકરા દિકરીઓમાં ધાર્મિક સંસ્કારોનું પણ સિંચન થશે.માતાપિતાને પ્રતિવર્ષ હજારો રુપીયાનો આર્થિક ફાયદો પણ થશે.
પુર્વ અમદાવાદમાં પણ બનશે હોસ્ટેલ
અમદાવાદના પુર્વ વિસ્તારમાં ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિશાળ જમીન લેવામાં આવી છે.બીજી 11 વિઘા જમીન ખરીદ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.જે જમીન પર ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ થશે સાથે દિકરા દિકરીઓ માટે અધ્યતન હોસ્ટેલના બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે.
દાન કરવા માટે ડીઝીટલ સુવિધા શરુ
કુળદેવી મા ઉમિયા માતાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રધ્ધા ધરાવતા કડવા પાટીદાર સમાજના પરિવારો વિશ્વના 132 દેશમાં વસવાટ કરી રહ્યા છે.દેશ અને દુનિયામાં વસવાટ કરતા શ્રધ્ધાળુઓને દાન કરવામાં સરળતા રહે તે માટે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઈ પવિત્ર હુંડી અને તામ્રપત્રનું લોકાર્પણ પણ કરાયું હતું.જેના દ્વારા વિદેશમાં વસતા કરોડો પાટીદારો સરળતાથી શુભલક્ષ્મીનું દાન કરી શકશે.
પાટીદાર સમાજ દેશને આપવા વાળો સમાજ છેઃભુપેન્દ્ર પટેલ
અદ્યતન હોસ્ટેલ બિલ્ડીંગના લોકાપ્રણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હળવી શૈલીમાં સંબોધન કરતાં કહ્યું હતું કે પાટીદાર સમાજનો પ્રસંગ હોય તો તેમાં દાતાઓનું લિસ્ટ લાંબું જ હોય,મંડપ પરથી ખબર પડી જાય કે પાટીદાર સમાજનો પ્રસંગ છે.તેમણે પાટીદાર સમાજ માટે કહ્યું હતું કે પાટીદાર સમાજ આપવા વાળો સમાજ છે,પાટીદાર સમાજ રાષ્ટ્રહિતના ભાવ સાથે કાર્ય કરે છે.ઊંઝા ઉમિયા માતાજી સંસ્થા પણ નેશન ફર્સ્ટની ભાવના સાથે કાર્યરત છે.પાટીદાર સમાજ દેશને આપવા વાળો સમાજ છે.બીજા સમાજે પણ પાટીદાર સમાજ પાસેથી શિખવું જોઈએ.પાટીદાર સમાજે ખેતીથી લઈ રાષ્ટ્ર નિર્માણના વિકાસ માટે મહત્વનું પ્રદાન કર્યું છે.પાટીદાર સમાજના વડીલો,દાનેશ્વરી દાતાઓ અને તમામ પાટીદારો ગામડામાં વસતા પાટીદાર સમાજના દિકરા દિકરીઓ માટે ચિંતા કરનારો સમાજ છે.ઉમિયા ધામ માટે આજનો દિવસ આનંદનો અવસર છે.પરસ્પરના સહકારથી સંસ્થાએ વિકાસ કર્યો છે.શિક્ષણધામનું લોકાર્પણ આનંદનો અવસર છે.પાટીદારોની સંગઠન શક્તિ આમુલ પરિણામ લાવી શકે છે જે સમાજને નવી દિશા આપશે.
તમામ ક્ષેત્રોમાં પાટીદારોનો દબદબોઃઅમિત શાહ
ઉમિયા માતકી જય....ઉમા ભક્તોને વંદન નમસ્કાર.આ શબ્દોના ઉચ્ચારીને કેન્દ્રીય ગ્રુહમંત્રી અમિતભાઈ શાહે તેમના પ્રવચનનો શુભારંભ કર્યો હતો.સાથે સાથે ઉમિયા માતાજી પ્રત્યેની અતુટ આસ્થા અને શ્રધ્ધાના દર્શન કરાવ્યા હતા.કેન્દ્રીય ગ્રુહમંત્રી અમિતભાઈ શાહે સંબોધન કરતાં કહ્યું હતું કે ગુજરાતના પાટીદારો અને ગુજરાત રાજ્યનો વિકાસ સમાંતરે ચાલે છે.ગુજરાતના પાટીદારોએ જે પ્રગતી કરી છે તેની કોઈ જોડ જડે તેમ નથી.સ્ટડી કરનાર વિધ્યાર્થીઓએ પાટીદારોએ કરેલી પ્રગતી અંગે સંશોધન કરવા જોઈએ.ગુજરાતના વિકાસમાં પાટીદારોનું યોગદાન રહ્યું છે.દેશભક્તિ,પારદર્શિતા,
વહીવટી કુશળતા,સમાજ પ્રત્યેની લાગણી,એકબીજાનો વિશ્વાસ,પરસ્પર સહકારની ભાવના એ પાટીદાર સમાજની આગવી વિશેષતા રહી છે.રીયલ એસ્ટેટ,ફાર્મસી,ઔધ્યોગીક ક્ષેત્ર,રાજકારણ ક્ષેત્ર હોય કે કોઈપણ ક્ષેત્ર.તમામ ક્ષેત્રમાં પાટીદારોનો દબદબો જોવા મળે છે.સ્વિક્રુતિ અને નેત્રુત્વ સાથે સાદગી તથા સમાવેશી વિચારધારાના કારણેેેેેેેે વિદેશમાં પણ પાટીદારો પ્રગતી કરી રહ્યા છે.પાટીદારોની વિશેષતાનો અભ્યાસ કરી બીજા સમાજ માટે મોડેલ ઉભું કરવું જોઈએ.ભારતના ભુભાગ પર ભગવો લહેરાવવાનું કાર્ય બીજેપીના કાર્યકરોએ કર્યું છે.દેશમાં પરિવર્તનની શરુઆત થઈ છે.પશ્ચિમ બંગાળમાં દરરોજ પાંચ સાત હજાર ધુસપેઠીઓ આવતા ઘુસણખોરી કરતા હતા,આજે મુખ્યમંત્રીએ શપથ લેતાં જ દરરોજ પાંચ સાત હજાર ઘુસણખોરો પાછા ફરી રહ્યા છે.ડેમોગ્રાફિ કમિટી અભ્યાસ કરશે.તેના કારણોનો અભ્યાસ કરી કાયદામાં પરિવર્તન કરાશે.કુત્રિમ જનસંખ્યામાં વધારો થયો છે પણ થોડા જ સમયમાં સરખું કરીશું.સુપ્રિમ કોર્ટે એસઆઈઆર અંગે મહત્વપુર્ણ ચુકાદો આપ્યો છે.જે અંગે અમિત શાહે જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર નાગરીકોનો હોવો જોઈએ,ઘુસપેઠીઓનો નહીં.
સામાજીક ચિંતન કરવાનો સમય પાકી ગયો છેઃરુપાલા
પુર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમભાઈ રુપાલાએ ચિંતાજનક બાબતો વ્યક્ત કરતાં કહ્યું હતું કે પાટીદાર સમાજના દિકરા દિકરીઓ માટે સામાજીક ચિંતન કરવાનો સમય પાકી ગયો છે.સમાજની પરંપરાઓ પર સભાનતાપુર્વક સક્રિયતાથી વિચાર કરવો જોઈએ.આજે હજારો દિકરા દિકરીઓ અભ્યાસ કરવા કે કારકિર્દી માટે શહેરમાં આવે છે.તેમની સલામતી અને સુરક્ષા મહત્વના છે.દિકરા દિકરીઓ માટે સુવિધા પુરી પાડવાના કાર્યોમાં સો એ સો ટકા કામ ન થાય ત્યાં સુધી અન્ય પ્રકલ્પો હાથ ધરવા ન જોઈએ.અધ્યતન હોસ્ટેલ એ સમયની માંગ અને જરુરીયાત છે.1600દિકરા દિકરીઓ માટે સુરક્ષિત સલામત વ્યવસ્થા ઉભી કરવામાં શુભલક્ષ્મીનું દાન કરનાર દાનેશ્વરી દાતાઓને અભિનંદન આપવા જોઈએ.દાતાઓને જન્મ આપનાર તેમની માતાઓના પણ સ્ટેજ પર બોલાવી સન્માન કરવા જોઈએ.દિકરા દિકરીઓના માતાપિતાને શિખામણ સાથે ગંભીર ચેતવણી આપતાં પુરુષોત્ત્મ રુપાલાએ કહ્યું હતું કે જે માતાપિતા તેમના દિકરા દિકરીઓને શહેરોમાં મોકલે છે, તેમણે સમજી,જોખી અને તોળીને તેમના દિકરા દિકરીઓને શહેરમાં મોકલવા જોઈએ.તેમની ઉંમર જ એવી હોય છે કે તેમના માનસ પર સમાજના પ્રવાહોની અસર થાય છે.જે દિકરીઓ ઘરની હુંફ છોડીને હોસ્ટેલમાં આવે છે તેમને ઘર કરતાં પણ સારી સુવિધા,સુરક્ષા,સલામતી અને પારિવારીક વાતાવરણ પુરુ પાડવાની કાળજી રાખવી જોઈએ.સમાજની સંસ્થાઓએ પણ અન્ય પ્રકલ્પો સ્થગીત કરી દેવા જોઈએ. તેમણે દિકરા દિકરીઓ માટે હોસ્ટેલના પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવું જોઈએ.માતાપિતાએ તેમના સંતાનોને શહેરમાં રહેવા મોકલીને ભુલી ન જવા જોઈએ,સમયાંતરે તેમની કાળજી લેવી જોઈએ અને સંપર્કો જીવંત રાખવા જોઈએ.દિકરા દિકરીઓને તેમના માતાપિતા પેટે પાટા બાંધીને મજુરી કરીને શહેરમાં મોકલે છે એટલે સંચાલકોએ પણ માતાપિતા તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ.સમાજના મોભીઓને વિનંતી કરતાં કહ્યું હતું કે સમાજની સંસ્થાઓએ એકબીજા સાથે તાલમેલ મીલાવીને તમામ સંસ્થાઓના વિકાસ માટે કાર્યો કરવા જોઈએ.
સમાજનો રુપીયો સમાજને પરત આપવો છેઃજ્યંતિભાઈ
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના માનદમંત્રી જ્યંતિભાઈ પટેલે ખુબ જ સુચક પ્રવચન કરતાં કહ્યું હતું કે 1870 થી મા કુળદેવી ઉમિયા માતાજીના બેસણાં થયાં છે.લાખો શ્રધ્ધાળુઓ મા ઉમિયા માતાજીના દર્શન કરવા આવે છે.ઉમિયા માતાજી સંસ્થાન માત્ર ધાર્મિક કાર્યક્રમો કરે છે તેવું નથી.ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજીક કાર્યો અને સેવાકીય કાર્યો પણ થઈ રહ્યા છે.સમાજના દાતાશ્રીઓ અને શ્રધ્ધાળુઓ દાન આપે છે.તે રુપીયો સમાજને કેમ પરત આપવો .તે માટે અનેકવિધ સેવાકીય પ્રવ્રુત્તિઓ ચાલે છે.સંસ્થા સમાજની પરિસ્થિતિનું ચિંતન કરે છે.ગામડામાં વસતા ગરીબ અને સામાન્ય પરિસ્થિતિના પરિવારોના દિકરા દિકરીઓને ઉજ્જવળ તકો મળતી રહે અને તેમનો ઉત્કર્ષ કરવાનો સંકલ્પ અમારો ધ્યેય છે.
દાતાઓને શતશત નમનઃઋષિકેશ પટેલ
રાજ્યના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે પોતાની લક્ષ્મીને મા કુળદેવી ઉમિયા માતાજીના ચરણોમાં ધરાવનાર દાતાશ્રીઓને હું શતશત નમન કરું છું.ગ્રામ્ય વિસ્તારના દિકરા દિકરીઓ આજે અહીં રહેશે,તે દિકરા દિકરીઓને સરનામું આપવાની જગ્યા ઉભી કરવામાં આવી છે.સામુહીક પ્રયાસો કરીને સમાજને આગળ લાવનાર દાતાઓ અભિનંદનને પાત્ર છે.સમાજના તેજસ્વિ અને મહેનત કરનાર દિકરા દિકરીઓ માટે વ્યવસ્થા ઉભી કરનાર ધ્યેય નિષ્ઠ વહીવટ કરનાર તમામને અભિનંદન.આજે ગુજરાતમાં શૈક્ષણિક શ્રેત્રે ઉજ્જવળ તકો સરકારે ઉભી કરી છે.તેવા સમયે જે યુવાનોમાં દ્રષ્ટિ છે તેવા યુવાનોએ પણ આગળ આવવું જોઈએ.
યુપીએસસી - જીપીએસસીની તૈયારીઓ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ
સોલા ઉમિયા કેમ્પસ ખાતે નવનિર્મિત અદ્યતન સુવિધા ઉક્ત જે એસ પટેલ કુમાર છાત્રાલય અને તપસ્વિત કુમાર કન્યા છાત્રાલય એ સામાન્ય હોસ્ટેલ નથી. પરંતું અભ્યાસમાં તેજસ્વિ દિકરા-દિકરીઓને યુપીએસસી, જીપીએસસી અને સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ વિકલ્પ સાબીત થશે. જ્યાં દિકરા દિકરીઓને વૈજ્ઞાનિક સ્તર પરનું કોચિંગ, તાલિમ અને રીડીંગ ની સુવિધા પૂરી પાડવામાં આવશે. તમામ વિષયોના તજજ્ઞો, પૂર્વ આઈપીએસ અને પુર્વ આઈએએસ જેવા અનુભવ તજજ્ઞો તાલિમ આપશે.
એક એક રુપીયો સમાજ માટે:બાબુભાઈ જમનાદાસ પટેલ
ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલે વચનબધ્ધતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે સમાજના દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ અવિરત રીતે ચાલું રહ્યો છે, અમારો સંકલ્પ હતો કે સોલા કેમ્પસ ખાતે અદ્યતન હોસ્ટેલ બને. દાતાઓ જે દાન આપે છે તેનો એક એક રુપીયો સમાજને પરત આપીશું.
વડવાઓનું સ્વપ્ન સાકાર થયું:રમેશ પટેલ
ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ રમેશભાઈ દૂધવાળાએ કહ્યું હતું કે અદ્યતન સુવિધા ધરાવતી હોસ્ટેલની ઈમારતનું કાર્ય ઝડપથી પૂર્ણ થયું છે. જે કાર્ય સંપન્ન થતાં વડવાઓનું સ્વપ્ન સાકાર થયું છે. રાજ્ય સરકાર, દાતાઓ, આર્કિટેક્ટ સહિત તમામનો સહયોગ અકલ્પનિય છે. સમાજના દાતાશ્રીઓ ને પણ પવિત્ર કાર્યમાં વધારે ને વધારે દાન કરવા અનુરોધ કર્યો હતો.
મા ઉમિયા માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિર બનશે
સોલા ઉમિયા કેમ્પસ ખાતે કુલદેવી મા ઉમિયા માતાજીના ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પ્રગતી માં છે, બે વર્ષમાં જ ઉમિયા માતાજી મંદિર નું નિર્માણ કાર્ય સમયંપન્ન કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે મંદિર આસ્થા-શ્રધ્ધા નું કેન્દ્ર અને તિર્થસ્થાન બની રહેશે.
માત્રુ શક્તિએ રંગ રાખ્યો
અદ્યતન હોસ્ટેલ લોકાર્પણ માં ગુજરાતભરમાંથી કડવા પાટીદાર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ડૉ. જાગ્રુતિ બેન પટેલ ના અધ્યક્ષ સ્થાને ૪૫૦૦ જેટલી મહિલા મંડળની સ્થાપના થઈ ચુકી છે. લોકાપર્ણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી રંગ રાખ્યો હતો.