ગેલે મોનફિલ્સની ફ્રેન્ચ ઓપનમાં વિદાય વેળાએ તેની પત્ની એલિના સ્વિટોલિના રડી પડી હતી. ૩૯ વર્ષીય મોનફિલ્સની આ છેલ્લી ફ્રેન્ચ ઓપન હતી અને આ ક્ષણને જોઇને યુક્રેનની એલિના પોતાની લાગણીઓને રોકી શકી નહીં.
મોનફિલ્સે ૨૦૦૪માં એટીપી ટૂરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને એક જ વર્ષમાં તે ટોપ 50માં સ્થાન પામ્યો હતો. આ સિદ્ધિ બદલ તેને ૨૦૦૫નો નવોદિત ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફ્રાન્સના આ ખેલાડીએ 550થી વધુ મેચ જીતી અને ૧૩ એટીપી સિંગલ્સ ટાઇટલ જીત્યા. તે વર્લ્ડ નંબર ૬ સુધી પહોંચ્યો હતો અને ૨૦૦૮ ફ્રેન્ચ ઓપન અને ૨૦૧૬ યુએસ ઓપનની સેમિફાઇનલમાં પણ પહોંચ્યો હતો.
ગેલે ૨૦૨૬ના અંતમાં ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. હાલમાં જ રોલેન્ડ ગેરોસ ખાતે ‘ગેલ એન્ડ ફ્રેન્ડ્સ’ વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં તેની પત્ની એલિના સ્વિટોલિના પોતાના આંસુ રોકી શકી નહોતી. આ સમારોહનો વિડીયો નીચે પ્રસ્તુત છે.
મોનફિલ્સ પોતાની છેલ્લી ફ્રેન્ચ ઓપનની શરૂઆત હમવતન હ્યુગો ગેસ્ટન સામે કરશે. આ બંને ખેલાડીઓ ૨૫ મેના રોજ રમશે.
એલિના સ્વિટોલિનાએ પતિ ગેલ મોનફિલ્સ માટે એક ભાવનાત્મક પત્ર લખ્યો હતો. તેણે આ પત્ર પોતાની દીકરી સ્કાય માટે લખ્યો હતો અને મોનફિલ્સના વ્યક્તિત્વના વખાણ કર્યા હતા. વિશ્વની સાતમા નંબરની આ ખેલાડીએ મોનફિલ્સને ટેનિસના ઇતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક ગણાવ્યો હતો.
તેણે મોનફિલ્સને જાદુગર ગણાવ્યો હતો.
એલિના સ્વિટોલિના અને ગેલ મોનફિલ્સે ૨૦૧૮માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. એપ્રિલ ૨૦૨૧માં બંનેએ સગાઈ કરી અને તે જ વર્ષે લગ્ન કર્યા. ૨૦૨૨માં તેમને એક દીકરીનો જન્મ થયો, જેનું નામ સ્કાય રાખવામાં આવ્યું.