લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે "હર ઘર તિરંગા" અભિયાનને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે કરી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશભક્તિનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના જાગૃત કરવાનો છે.
મહીસાગર જિલ્લામાં આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટરે અધિકારીઓને વિવિધ સૂચનો આપ્યા. તેમણે અભિયાનને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો. સાથે જ, નાગરિકોને આ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિધાર્થ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર અને લુણાવાડા પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા. આ બેઠકમાં અભિયાનના આયોજન અને અમલીકરણ માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી.


