હાઇ-ગ્રેડ રિફ્રેક્ટરી પ્રોડક્ટ્સ, સિસ્ટમ્સ અને સોલ્યુશન્સના અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર આરએચઆઇ મેગ્નેસિટા લિમિટેડે 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષ માટે નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2022-23ના અંતે સંયુક્ત આવકો રૂ. 2,741 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2021-22 માટે રૂ. 2,005 કરોડ હતી. વનટાઇમ અને અપવાદ ચીજો પહેલાં એડજસ્ટેડ ઇબીઆઇટીડીએ રૂ. 439 કરોડ રહ્યો છે, જે ગત નાણાકીય વર્ષના રૂ. 393 કરોડની તુલનામાં 16 ટકા વધુ છે.
પરિણામો વિશે પ્રતિક્રિયા આપતાં આરએચઆઇ મેગ્નેસિટાના એમડી અને સીઇઓ પ્રમોદ સાગરે કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023માં અમે ભારતીય માર્કેટ પ્રત્યે કટીબદ્ધ રહ્યાં અને ડાલમિયા ઓસીએલ અને હાઇ-ટેક કેમિકલ્સના હસ્તાંતરણ સાથે અમારી ક્ષમતામાં વધારો કર્યો. આ હસ્તાંતરણનો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકોને લોકલ ફોર લોકલ અભિગમથી સેવા કરવાનો તથા બીજા પ્રદેશોને સેવા આપવા ભારતને હબ તરીકે વિકસિત કરવામાં મદદરૂપ બનવાનો હતો. અમે આ હસ્તાંતરણો દ્વારા અમારા ઇન્ટિગ્રેશન સિનર્જી ટાર્ગેટ્સને હાંસલ કરવાની દિશામાં યોગ્ય રીતે આગળ વધી રહ્યાં છીએ અને અમે ભવિષ્ય માટે ઉત્સાહિત છીએ.”
સંયુક્તરૂપે ત્રિમાસિકગાળાની તુલના
31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલાં ત્રિમાસિકગાળા માટે કુલ આવક રૂ. 881 કરોડ નોંધાઇ છે, જે માર્ચ, 2022માં સમાપ્ત થયેલાં ત્રિમાસિકગાળાના રૂ. 592 કરોડની તુલનામાં ત્રિમાસિક ધોરણે 49 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. વન ટાઇમ અને અપવાદ ચીજો પહેલાં એડજસ્ટેડ ઇબીઆઇટીડીએ રૂ. 118 કરોડ નોંધાયો છે, જે ગત વર્ષે સમાન સમયગાળાના રૂ. 140 કરોડની તુલનામાં 13.4 ટકા વધુ છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 30 મે, 2023ના રોજ યોજાયેલી મીટીંગમાં પ્રતિ શેર રૂ. 2.50 ડિવિડંડ આપવાની ભલામણ કરી છે, જે વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સદસ્યોની મંજૂરીને આધીન છે.


