મુખ્ય સામગ્રી પર જાઓ

શું તમારી પાસે છે કોઈ નવીન આઇડિયા? અદાણી ગ્રુપની 'વંદે ભારતમ્' ઝુંબેશમાં લો ભાગ

ગૌતમ અદાણીએ તેમના 64મા જન્મદિવસે ‘વંદે ભારતમ્’ પહેલની જાહેરાત કરી. ભારતભરના ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકો માટે આ એક સુવર્ણ તક છે. અરજી પ્રક્રિયા વિશે જાણો.

શું તમારી પાસે છે કોઈ નવીન આઇડિયા? અદાણી ગ્રુપની 'વંદે ભારતમ્' ઝુંબેશમાં લો ભાગ

અમદાવાદ : અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ તેમના 64મા જન્મદિવસે આજે 'વંદે ભારતમ્' નામની એક રાષ્ટ્રીય પહેલની જાહેરાત કરી છે. જેનો હેતુ ભારતભરમાંથી ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો અને પ્રોબ્લેમ-સોલ્વર્સને શોધીને તેમને સપોર્ટ આપવાનો છે.

 

આ પ્રોગ્રામ તમામ 36 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 800 થી વધુ જિલ્લાઓમાં અનેક ભારતીય ભાષાઓમાં પહોંચશે. તે તમામ ઉંમર અને બેકગ્રાઉન્ડના લોકો માટે ખુલ્લો છે, જેથી ભારતના પરંપરાગત સ્ટાર્ટ-અપ કેન્દ્રો (મોટા શહેરો) થી આગળ વધીને શ્રેષ્ઠ આઇડિયાઝ અને બિઝનેસ ટેલેન્ટને નેશનલ પ્લેટફોર્મ પર લાવી શકાય.

 

આજે ભારત વિશ્વના અગ્રણી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં સ્થાન ધરાવે છે. છતાં, 80 ટકાથી વધુ સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સ હજુ પણ માત્ર પાંચ જ શહેરોમાંથી આવે છે, જેના લીધે ઘણા આશાસ્પદ ઇનોવેટર્સ યોગ્ય વિઝિબિલિટી, માર્ગદર્શન અને નેટવર્કથી વંચિત રહી જાય છે. 'વંદે ભારતમ્' આ અંતર ઘટાડવા માંગે છે. મેટ્રો શહેરોથી લઈને નાના ગામડાંઓ સુધી, આ ઝુંબેશ એવા લોકોને શોધશે જેમના આઇડિયા કે બિઝનેસમાં સામાજિક અને આર્થિક સ્તરે હકારાત્મક અસર ઊભી કરવાની ક્ષમતા હોય. 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના લક્ષ્ય તરફ આગળ વધવા માટે, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતામાં લોકોની ભાગીદારી વધારવી એ આર્થિક વિકાસ અને રોજગારી માટે ખૂબ જ જરૂરી છે.

 

લાયકાત અને અરજી પ્રક્રિયા

આ પ્રોગ્રામમાં કોઈ પણ વ્યક્તિ પોતાના નવા આઇડિયા, સોલ્યુશન કે સપના સાથે ભાગ લઈ શકે છે, પછી ભલે તેની ઉંમર, વ્યવસાય કે શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ગમે તે હોય.

આ માટે કોઈ રજિસ્ટર્ડ સ્ટાર્ટ-અપ હોવું જરૂરી નથી. તમે માત્ર એક કન્સેપ્ટ, પ્રોટોટાઇપ કે શરૂઆતના તબક્કાના બિઝનેસ સાથે પણ અરજી કરી શકો છો.

ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, કૃષિ, સસ્ટેનેબિલિટી, પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક સમુદાયના પ્રશ્નો ઉકેલતા ક્ષેત્રો સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી અરજીઓ આવકાર્ય છે.

મહિલાઓ, આદિવાસી અને ગ્રામીણ ઇનોવેટર્સ તેમજ દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

અરજીઓનું મૂલ્યાંકન ઇનોવેશન, ક્ષમતા અને બિઝનેસના વ્યાપ (scalability) ના આધારે થશે. મૂલ્યાંકનના અંતે પસંદ થયેલા 75 ફાઇનલિસ્ટ્સને અમદાવાદ બોલાવવામાં આવશે, જ્યાં તેમને ઇન્ટેન્સિવ ટ્રેનિંગ, મેન્ટરશિપ અને ઇન્ડસ્ટ્રી લીડર્સ તેમજ રોકાણકારો (investors) સાથે મુલાકાતની તક મળશે.

 

શ્રી ગૌતમ અદાણીનું નિવેદન

આ ઝુંબેશની શરૂઆત કરતા શ્રી ગૌતમ અદાણીએ કહ્યું: "જ્યારે મેં મારી સફર શરૂ કરી, ત્યારે મારી પાસે કંઈ જ નહોતું. હું જે કંઈ પણ છું અને મેં જે કંઈ પણ મેળવ્યું છે, તે મને ભારતની આ માટીએ આપ્યું છે. આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી, પરંતુ તકો હજુ સુધી દેશના દરેક ખૂણે પહોંચી નથી. 'વંદે ભારતમ્' એવા ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને શોધવાનો અમારો પ્રયાસ છે, જેમના આઇડિયા સાચા અર્થમાં સપોર્ટ અને એક મોટા પ્લેટફોર્મના હકદાર છે. નિર્માણ કરવાની હિંમત ધરાવતા દરેક ભારતીયને અમે આગળ આવવા આમંત્રણ આપીએ છીએ."

તેમણે વધુમાં જણાવ્યું, "જો હું આ કરી શકું છું, તો ભારતનો કોઈ પણ નાગરિક આ કરી શકે છે. તેમને માત્ર એક તક અને પ્લેટફોર્મની જરૂર છે."

 

ઇનામ અને ગ્રાન્ડ ફિનાલે

ફાઇનલિસ્ટ્સને મેન્ટર્સ, રોકાણકારો અને ઇન્ડસ્ટ્રી લીડર્સનો સપોર્ટ મળશે જે તેમના આઇડિયાને એક સફળ બિઝનેસમાં ફેરવવામાં મદદરૂપ થશે. આ પ્રોગ્રામમાં ઇનામી રકમ અને કેટેગરી મુજબના એવોર્ડ્સ પણ સામેલ હશે, જેની વિગતો પાછળથી જાહેર કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની આસપાસ યોજાનાર ગ્રાન્ડ ફિનાલે એક એવા પ્લેટફોર્મની શરૂઆત હશે જ્યાં સ્પર્ધકો કાયમી ધોરણે મેન્ટર્સ અને રોકાણકારો સાથે જોડાઈ શકશે.

Tags: Gautam Adani ગૌતમ અદાણી વિકસિત ભારત ૨૦૪૭ Vande Bharatam રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિક પહેલ અદાણી ગ્રુપ સ્ટાર્ટ-અપ બિઝનેસ ટેલેન્ટ શોધ મેન્ટરશિપ અને રોકાણ ભારતના ઇનોવેટર્સ અદાણી જન્મદિન પહેલ

સંબંધિત સમાચાર