મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લામાં દારૂના વેપલા અને ભાજપ સંગઠન પર ચૈતર વસાવાના ચોંકાવનારા ખુલાસા

રાજપીપળામાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાન મામલે ચૈતર વસાવા આક્રમક. ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપો. વધુ વિગત વાંચો.

નર્મદા જિલ્લામાં દારૂના વેપલા અને ભાજપ સંગઠન પર ચૈતર વસાવાના ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ / નર્મદા / ગુજરાત : આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી જણાવ્યુ હતુ કે આજે રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનની એક બેઠક હતી અને આ વિસ્તારના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને લોકો પણ ત્યાં હાજર હતા. આ બેઠકમાં આ જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વરભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના એસટી મોર્ચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ હાજર હતા. છતાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા દર્શનાબેનનું નામ લેવામાં ના આવ્યું, એમનું સ્વાગત કરવામાં ના આવ્યું કે એમને વાત મૂકવા માટે આમંત્રિત પણ કરવામાં ના આવ્યા. જેના પર અમે આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યનું કોઈનું કંઈ સન્માન જળવાતું નથી અને એમને આવારનવાર અપમાનિત કરવામાં આવે છે, જે આજે જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા. અમે અનેક મિટિંગોમાં અનેક કાર્યક્રમોમાં બોલતા હોઈએ છીએ ત્યારે લોકોને એવું થાય કે ચૈતર વસાવા કેમ બોલે છે? પણ જે ચૂંટાયેલા લોકો નથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી જેવા લોકો છે તે આ કૃત્ય આવાર નવાર કરે છે, ચૂંટાયેલા લોકોને અપમાનિત કરે છે અને એ આજે ફરી એ લોકોએ દોહરાવ્યું છે ત્યારે દર્શનાબેને તો ઊભા થઈને રાજીનામું ધરી દેવા સુધીની વાતો કરી છે. એક મહિલા આદિવાસી ધારાસભ્યનું આ પ્રકારનું અપમાન થતું હોય ત્યારે અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી દેવું જોઈએ તો જ આ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં બેઠેલા લોકો છે એમને ખબર પડે અને આગળ પણ અવારનવાર આ પ્રકારના અવગણનાના પ્રસંગો બન્યા છે. 

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતુ કે સાત ટર્મથી ચૂંટાયેલા સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ સંગઠનમાં કોઈ માનતું નથી, સરકારમાં કોઈ માનતું નથી, અવારનવાર એમણે પણ દારૂબંધીને લઈને પત્ર લખ્યા છે કે નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે અને જેનાથી યુવાનો ખરાબ થાય છે. નાયબ મુખ્યમંત્રીને પણ એમણે લખ્યું છે છતાં પણ એને આજે 20 દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ઉલટાનું એમને છાવરવામાં આવે છે, એટલે મને લાગે છે એમના માટે એક સાંસદ, એક ધારાસભ્ય કરતા પણ એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય, જેવું આવા દારૂના વેપલાઓ કરીને એમના હપ્તાઓ જે ગાંધીનગર સુધી પહોંચાડતા હશે એટલા માટે જ એમને છાવરવામાં આવે છે એવું મને લાગે છે. આજે જે રીતે દર્શનાબેનનું અપમાન થયું અને દર્શનાબેન હમણાં પણ રાજીનામું આપી દેવાની જે એમણે જીદ પકડી છે ત્યારે હું માનું છું ચોક્કસ જો એમનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ, આખો સમાજ તમારી સાથે છે. એક મહિલા આદિવાસી ધારાસભ્યનું જે અપમાન છે એ માત્રને માત્ર દર્શનાબેનનું અપમાન નથી, આ વિસ્તારની જનતાનું અપમાન છે, આદિવાસી સમાજનું અપમાન છે. એનો જવાબ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમે આપીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ચૈતર વસાવા આમ આદમી પાર્ટી ગુજરાત રાજપીપળા કાર્યક્રમ આદિવાસી નેતા અપમાન નર્મદા જિલ્લા ભાજપ મનસુખભાઈ વસાવા દર્શનાબેન દેશમુખ આદિવાસી સમાજ ગુજરાત વિકસિત ભારત સંકલ્પ સંમેલન ભાજપ ગુજરાત વિવાદ

સંબંધિત સમાચાર