મુખ્ય સામગ્રી પર જાઓ

ગોદરેજ એગ્રોવેટના સીઈઓ અને એમડી પદે સુનિલ કટારિયાએ કાર્યભાર સંભાળ્યો

ગોદરેજ એગ્રોવેટ લિમિટેડએ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) પદે સુનિલ કટારિયાએ 1 સપ્ટેમ્બર, 2025થી પાંચ વર્ષ માટે કાર્યભાર સંભાળ્યો હોવાની જાહેરાત કરી હતી.

ગોદરેજ એગ્રોવેટના સીઈઓ અને એમડી પદે સુનિલ કટારિયાએ કાર્યભાર સંભાળ્યો

અમદાવાદ, 2 સપ્ટેમ્બર, 2025- વૈવિધ્યપૂર્ણ કૃષિ કારોબાર ધરાવતી ભારતની અગ્રણી કંપની ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ (ગોદરેજ એગ્રોવેટ) એ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) પદે સુનિલ કટારિયાએ 1 સપ્ટેમ્બર, 2025થી પાંચ વર્ષ માટે કાર્યભાર સંભાળ્યો હોવાની જાહેરાત કરી હતી.
 
ગોદરેજ એગ્રોવેટના સીઈઓ અને એમડી પદે શ્રી કટારિયાની નિમણક મે, 2025માં કરાઈ હતી. તેઓ માર્કેટિંગ, વેચાણ અને લીડરશિપની ભૂમિકાઓમાં વીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે મેરિકો લિમિટેડ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ અને રેમન્ડ લિમિટેડ જેવી અગ્રણી સંસ્થાઓ સાથે કામ કર્યું છે અને વર્ષોથી બિઝનેસમાં પરિવર્તન લાવવા, બજારનો વિકાસ કરવા અને સંસ્થાઓને સુધારવા માટે આગવી નામના ધરાવે છે. ગોદરેજ એગ્રોવેટમાં, તેઓ સતત વિકસી રહેલાં વર્તમાન કારોબારના માહોલમાં ઉભરતા ક્ષેત્રોમાં ક્ષમતાઓનું નિર્માણ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીને વૃદ્ધિ અને નવીનતાના આગામી તબક્કામાં દોરી જશે.
 
પોતાની કામગીરીની રૂપરેખા રજૂ કરતાં  ગોદરેજ એગ્રોવેટ લિમિટેડના CEO અને MD સુનીલ કટારિયાએ જણાવ્યું હતું કે, " હું મજબૂત પાયો અને ભવ્ય વારસો ધરાવતી ગોદરેજ એગ્રોવેટનું નેતૃત્વ કરવા ઉત્સુક છું. દરેક કારોબાર વિકાસના અલગ-અલગ તબક્કામાં હોવાથી મારી પ્રાથમિકતા, ક્ષમતા નિર્માણમાં રોકાણ તથા અમારી ગો-ટુ-માર્કેટ વ્યૂહરચનાના અમલીકરણને મજબૂત બનાવીને અને ઉચ્ચ-સંભાવના ધરાવતાં બિઝનેસને વધારીને સમગ્ર પોર્ટફોલિયોમાં મૂલ્યને અનલૉક કરવાની રહેશે. મને વિશ્વાસ છે કે અમારી ટીમ અને હિતધારકોના સમર્થનથી, ગોદરેજ એગ્રોવેટ અર્થપૂર્ણ વિકાસ અને લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવાનું ચાલુ રાખશે."
 
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નાદિર ગોદરેજે આ પરિવર્તન અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, સુનિલ હવે સત્તાવાર રીતે ગોદરેજ એગ્રોવેટના સીઈઓ અને એમડી પદે બિરાજમાન થઈ રહ્યાં હોવાથી અમે તેમનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ છે. પડકારજનક કાર્યકારી પરિસ્થિતિઓ વચ્ચે કારોબારના સફળ નિર્માણના અનુભવનો વ્યાપક ખજાનો ધરાવતા સુનિલ નફાકારકતાને પ્રાથમિકતા આપવાની અને અમારી બ્રાન્ડ ઓફરિંગને મજબૂત બનાવવાની સાથે સાથે જ ગોદરેજ એગ્રોવેટના વિવિધ કારોબારોને આગળ વધારવાના અમારા ઉદ્દેશ્ય સાથે સુસંગતતા ધરાવે છે. મને ખાતરી છે કે, તેમના નેતૃત્વ હેઠળ, એગ્રોવેટ તમામ હિતધારકો માટે કૃષિ અને સાતત્યતામાં ભારતના એક વિશ્વસનીય ભાગીદાર તરીકેની તેની સ્થિતિને વધુ મજબૂત બનાવશે."
 
પોતાના ત્રણ દાયકાથી વધુના કાર્યકાળ અંગે માહિતી આપતાં, ગોદરેજ એગ્રોવેટ લિમિટેડના એમડી (ઓગસ્ટ 2025 સુધી), બલરામ સિંહ યાદવે જણાવ્યું હતું કે, “ગોદરેજ એગ્રોવેટનું નેતૃત્વ કરવું અને તેને એક મજબૂત એગ્રી-બિઝનેસ જૂથ તરીકે સ્થાપિત કરવું એ મારી કારકિર્દીના સૌથી ફળદાયી પ્રકરણો છે. હું અમારા બિઝનેસ પાર્ટનર્સ અને અન્ય હિતધારકો સહિત ગોદરેજ એગ્રોવેટના સમગ્ર મેનેજમેન્ટ અને ટીમનો સતત શીખવા અને સમર્થન માટે ખૂબ આભારી છું. તેમના વિશ્વાસે અમને નવીન ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા પ્રેરણા આપી જેણે ખેડૂતોને તેમની ઉત્પાદકતા વધારવા માટે સશક્ત બનાવ્યા અને અમને ગ્રાહક-લક્ષી અને CDMO બિઝનેસમાં વૈવિધ્યીકરણ કરવા સક્ષમ બનાવ્યાં."
 
"હું ગોદરેજ એગ્રોવેટના વિકાસના આગામી તબક્કાનું નેતૃત્વ કરવા માટે સુનીલનું હાર્દિક સ્વાગત કરું છું. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વ હેઠળ, કંપની તેના તમામ હિતધારકો માટે વધુ ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યને આકાર આપવા માટે તેનું યોગદાન વધુ બહેતર બનાવશે.”
 
શ્રી કટારિયાની નિમણૂક ગોદરેજ એગ્રોવેટ ખાતે સરળ નેતૃત્વ પરિવર્તનની પ્રક્રિયાની સફળતાપૂર્વક પૂર્ણતાને દર્શાવે છે, જે નવીનતાને વેગ આપવા, સ્થિરતાને આગળ વધારવા અને ખેડૂતોની આજીવિકામાં સુધારો કરવાની તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.

સંબંધિત સમાચાર