મુખ્ય સામગ્રી પર જાઓ

ચૂંટણી ખર્ચની ચકાસણી અર્થે રોકાયેલ અધિકારી કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં ખર્ચ નિરીક્ષક તરીકે શ્રી આકાશ જૈનની નિમણૂંક કરવામાં આવી છે. ખર્ચ ઓબ્ઝર્વર શ્રી આકાશ જૈન આણંદ ખાતે આવી ગયા છે.  આણંદ કલેકટર કચેરી ખાતે તેમણે ચૂંટણીમાં થતા ખર્ચ માટે નિમણૂંક કરવામાં આવેલા અધિકારી/ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી.

ચૂંટણી ખર્ચની ચકાસણી અર્થે રોકાયેલ અધિકારી કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટેનું મતદાન આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ના મંગળવારના રોજ યોજાનાર છે.ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં ખર્ચ નિરીક્ષક તરીકે શ્રી આકાશ જૈનની નિમણૂંક કરવામાં આવી છે. ખર્ચ ઓબ્ઝર્વર શ્રી આકાશ જૈન આણંદ ખાતે આવી ગયા છે.  આણંદ કલેકટર કચેરી ખાતે તેમણે ચૂંટણીમાં થતા ખર્ચ માટે નિમણૂંક કરવામાં આવેલા અધિકારી/ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ અને એફએસટી અને એસએસટી ની ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત શ્રી આકાશ જૈન એ આણંદ જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ ચિખોદરા ચોકડી, સામરખા ચોકડી અને ઉમરેઠ ખાતેની આણંદ જિલ્લાની છેલ્લી ચેકપોસ્ટ કે જ્યાંથી પંચમહાલ જિલ્લા તરફથી આવતા વાહનો આણંદ જિલ્લામાં પ્રવેશે છે, તે ચેકપોસ્ટ પર જઈને એફએસટી, એસએસટી ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.વધુમાં તેમણે એફ. એસ. ટી. /એસ. એસ. ટી.ટીમ દ્વારા નિભાવવામાં આવતા રજીસ્ટરની પણ ચકાસણી કરી હતી. આ ઉપરાંત આણંદ ખાતે જુના બસ મથક, નવા બસ મથક અને રેલવે સ્ટેશનની પણ મુલાકાત કરી હતી.

આ વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગી શાહ સહિત અધિકારી - કર્મચારીઓ જોડાયા હતા.

 

સંબંધિત સમાચાર