મુખ્ય સામગ્રી પર જાઓ

વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન ગુજરાતમાં: સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કરશે નિરીક્ષણ

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031 માટે ગુજરાતની તૈયારીઓ. ડેલિગેશનના સભ્યો ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરશે. વધુ વાંચો.

વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન ગુજરાતમાં: સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કરશે નિરીક્ષણ

એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સનું પાંચ સભ્યોનું ડેલિગેશન બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન શ્રી એંટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં ગુજરાતની મૂલાકાતે છે.

 

આગામી 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પીયનશીપ તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે.

 

વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન આ પ્રસ્તાવિત રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્યુ આનુષાંગિક સુવિધાઓના અભ્યાસ-નિરીક્ષણ માટે તા. 22 અને 23 જૂન એમ 2 દિવસો માટે ગુજરાત આવ્યું છે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠકથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સભ્યો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિરીક્ષણ-મૂલાકાતથી ડેલિગેશનને ગુજરાતની સજ્જતા અને સ્પોર્ટ્સ કલ્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે જ.

 

ગુજરાત સરકાર આ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031ની યજમાની મેળે તે માટે આશાવાદી છે અને આ રમતોના સફળ આયોજનની તૈયારીઓ વેગવંતી બનાવી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

 

આ મૂલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ, કોમનવેલ્થ ગેઈમ્સ-2030 સહિત વર્લ્ડક્લાસ સ્પોર્ટ્સના આયોજન માટે સજ્જ છે અને આ હેતુસર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્રમોદી સ્ટેડિયમ, કરાઈ એકેડમી જેવા સ્થળોએ આવી વિશ્વવ સ્તરીય રમતોના આયોજન માટેની સુવિધાઓ ઝડપભેર વિકસી રહી છે.

 

આ મૂલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી વાળા, શ્રી આદીલ સુમારીવાલા, વાઈસ પ્રેસીડન્ટ વર્લ્ડ એથ્લેટિક્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Tags: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031 ગુજરાત વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પીયનશીપ ગુજરાત સ્પોર્ટ્સ હર્ષ સંઘવી સ્પોર્ટ્સ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ ગુજરાત સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

સંબંધિત સમાચાર