દક્ષિણ રેલવેના ચેન્નઈ એગ્મોર (MS) સ્ટેશન પર પુનર્વિકાસ કાર્ય માટે 60 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ–તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે. જેની વિગતો નીચે મુજબ છે :-
ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ 05 ફેબ્રુઆરી થી 02 એપ્રિલ 2026 સુધી પરિવર્તિત માર્ગ વાયા રેનિગુંટા-અરક્કોણમ નૉર્થ કેબિન-મેલપક્કમ-કાટપાડી-વેલૂર કેન્ટ-વિલ્લુપુરમના રસ્તે ચાલશે.
આ દરમિયાન આ ટ્રેન અરક્કોણમ,પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ અને ચેંગલપટ્ટૂ સ્ટેશનો પર નહીં જાય.
ટ્રેન નંબર 09420 તિરૂચિરાપલ્લી-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ 08 ફેબ્રુઆરી 2026 થી 29 માર્ચ 2026 સુધી પરિવર્તિત માર્ગ વાયા વેલૂર કેન્ટ-કાટપાડી-મેલપક્કમ-અરક્કોણમ નૉર્થ કેબિન-રેનિગુંટાના રસ્તે ચાલશે.
આ દરમિયાન આ ટ્રેન ચેંગલપટ્ટૂ-તામ્બરમ અને ચેન્નાઈ એગ્મોર, પેરમ્બૂર, અરક્કોણમ સ્ટેશનો પર નહીં જાય.
માર્ગ પરિવર્તન દરમિયાન આ ટ્રેનને તિરૂત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


