મુખ્ય સામગ્રી પર જાઓ

એકતાનગર ખાતે નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાએ નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમાના વૈકલ્પિક રૂટ અંગે બેઠક યોજી

નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ, ભાવિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એકતાનગર સર્કિટ હાઉસ ખાતે શ્રીમતી શ્વેતા તેવતિયાએ સમગ્ર પરિક્રમા માટે વ્યવસ્થાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનું જાતનીરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.

એકતાનગર ખાતે નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાએ નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમાના વૈકલ્પિક  રૂટ અંગે બેઠક યોજી

રાજપીપલા : નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ, ભાવિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે એકતાનગર સર્કિટ હાઉસ ખાતે નર્મદા
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સમગ્ર પરિક્રમા માટે વ્યવસ્થાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનું જાતનીરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.

બેઠકમાં ભાવિકોની સુવિધામાં વધારો કરવા વૈકલ્પિક માર્ગ સહિત પ્રાથમિક સુવિધાઓ, પાર્કિંગની સુવિધાઓ, પોલીસ બંદોબસ્ત, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિતની વ્યવસ્થાને આયોજનબદ્ધ પૂર્ણ કરવા અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા.

કલેકટર શ્રીએ સર્વ પ્રથમ રામપુરા ઘાટ પર સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વૈકલ્પિક રૂટ અંગે ચર્ચા કરીને રૂબરૂ વૈકલ્પિક રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ બેઠકમાં પ્રાયોજના અધિકારી શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર શ્રી સી. કે. ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. જાદવ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

સંબંધિત સમાચાર