મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

આદી કર્મયોગી અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાની તાલીમ શિબિર યોજાઈ

આદી કર્મયોગી અભિયાન, ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું. વિશ્વનું સૌથી મોટું આદિજાતિ ગ્રામ્ય સ્તરના નેતૃત્વ કાર્યક્રમ તરીકે કલ્પાયેલું છે. આ અભિયાનનો આદિકર્મયોગી અભિયાનનો સમગ્ર રાજ્યની અંદર પ્રારંભ થયો છે.

આદી કર્મયોગી અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાની તાલીમ શિબિર યોજાઈ

આદી કર્મયોગી અભિયાન, ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું. વિશ્વનું સૌથી મોટું આદિજાતિ ગ્રામ્ય સ્તરના નેતૃત્વ કાર્યક્રમ તરીકે કલ્પાયેલું છે. આ અભિયાનનો આદિકર્મયોગી અભિયાનનો સમગ્ર રાજ્યની અંદર પ્રારંભ થયો છે ત્યારે આજે વડોદરા જિલ્લા કક્ષાની તાલીમ પૂરી થઈ છે. અને હવે તાલુકા કક્ષાની તાલીમ પણ પ્રારંભ થશે અને ત્યાર પછી ગ્રામ કક્ષાની તાલીમ હાથ ધરવામા  આવશે.

જિલ્લા કક્ષાની તાલીમના સમાપનમા જિલ્લા કલેકટર શ્રી  ડો, અનિલ ધામેલીયા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાની અંદર પણ આઠ તાલુકાની અંદર ૫૫ ગામોને આવરીને આપણે આદિ કર્મયોગી અભિયાનનો પ્રારંભ કર્યો છે. આપણે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ પેરામીટર્સની અંદર ગ્રામ કક્ષાએ સંતૃપ્તિ પ્રાપ્ત થાય એ દિશાના પ્રયત્નો આ અભિયાન અંતર્ગત હાથ ધર્યા છે. અને એમના જ ભાગરૂપે જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના અને ગ્રામ કક્ષાના તમામ કર્મીઓનું આદિ કર્મયોગી બને અને દિશામાં એ કેપેસિટી બિલ્ડીંગ થાય એ માટેના તાલીમનું તબક્કાવાર આયોજન કરેલું છે.

આ કાર્યક્રમનો હેતુ છે કે આદી કર્મયોગી સરકારી સ્ટાફ  આદી સહયોગી (યુવાનો અને વ્યાવસાયિકો), અને આદી સાથીઓ (સમુદાય સ્વયંસેવકો)ને સક્ષમ બનાવીને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને કલ્યાણકારી યોજનાઓમાં અંતિમ સ્તરે સેવાઓ પહોંચાડવામાં સહાયરુપ બને  તદુપરાંત, દરેક ગામમાં આદી સેવા કેન્દ્રો સ્થાપવામાં આવશે, જેમાં ફરિયાદોનો ઉકેલ, વિકાસ યોજનાઓનું આયોજન અને આદી સેવા સમય દરમિયાન યુવાનોને માર્ગદર્શન પુરુ પાડશે.

વડોદરા જિલ્લાના દરેક તાલુકાના આદિજાતિ ગામને સહભાગી શાસન, ક્ષમતાનિર્માણ અને ટકાઉ વિકાસ દ્વારા સક્ષમ બનાવવું, જેથી ૨૦૩૦ સુધી તમામ આદિજાતિ સમુદાયો શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પાયાની સુવિધાઓમાં વિકાસ પ્રાપ્ત કરે. અમારું દ્રષ્ટિકોણ એ છે કે આદિજાતિ સંસ્કૃતિ સંરક્ષણ અને વિકસિત ભારત ૨૦૪૭ ના લક્ષમાં મહત્વનું યોગદાન આપવાનું છે.

દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટરે જણાવ્યુ કે,  વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓને ૫૫ ગામો જે કવર કરી રહ્યા છે એમાં અમે લોકો સહભાગી તરીખે આજે જોડાયા છે. આજે અમોએ કલેક્ટરશ્રી સાથે એમ.ઓ.યુ કર્યું છે. આના માટે હું ઘણી ખુશ છું. કારણ કે આ અભિયાન દ્વારા આદિજાતિ સમુદાય માટે સકારાત્મક યોગદાન આપવાનો અમને સારો અવસર મળશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા , મદદનીશ કમિશનશ્રી આદીજાતી વિકાસ,  નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના માસ્ટર ટ્રેનર, તથા લાઈન ડિપાર્ટમેન્ટના તમામ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

fashion

સંબંધિત સમાચાર

travel