ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, જમ્મુ-કાશ્મીરની ધરતી ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. શનિવારે બપોરે 3:14:20 વાગ્યે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવી છે.
કેન્દ્ર 5 કિલોમીટરની ઊંડાઈએ હતું
શનિવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અક્ષાંશ: ૩૩.૧૫ ઉત્તર, રેખાંશ: ૭૫.૯૫ પૂર્વમાં છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિલોમીટર નીચે હતી.


