મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીની ઉજવણી

રાજ્યપાલશ્રીએ વિદ્યાપીઠ પરિસરમાં શ્રમદાન અને ખાદીની ખરીદી કરીને સૌને સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા પ્રોત્સાહિત કર્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીની ઉજવણી

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ૧૫૬મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રી, મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં સફાઈકાર્યમાં સહભાગી થઈને શ્રમદાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે ડિજિટલ પેમેન્ટ કરીને ખાદીની ખરીદી કરી સ્વદેશી મુહિમને પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતીના અવસરે તેમણે ગાંધીજી અને શાસ્ત્રીજીના જીવન આદર્શોનું સ્મરણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રનિર્માણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહામૂલા યોગદાનને પણ આ અવસરે બિરદાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે આજનો દિવસ અત્યંત પ્રેરણાદાયી દિવસ છે.

ગાંધીજીના જીવન આદર્શો અને આજના સમયમાં તેમની પ્રસ્તુતતા વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના જીવન આદર્શો અને મૂલ્યો આજના સમયમાં એટલા જ પ્રસ્તુત અને જીવંત છે. જીવન અને મૃત્યુ વચ્ચે આપણે જનકલ્યાણ માટે કેટલા પ્રયત્નશીલ રહીએ છીએ એ મહત્વનું છે. જેઓ અન્યોના દુઃખો દૂર કરવા અને અન્યોના જીવનમાં ઉજાસ પાથરવા જીવન જીવે છે, તેમનું જીવન સાર્થક બને છે એમ તેમણે ઉમેર્યું હતું.

બાપુએ સંસાધનોના અભાવમાં પણ તપસ્વીની જેમ સતત પરિશ્રમ કરીને જીવન ચિંતન આપ્યું હતું એમ જણાવીને રાજ્યપાલશ્રી કહ્યું હતું કે બાપુએ આપણી પ્રાચીન ઋષિ પરંપરાને જીવંત રાખવા અથાગ પ્રયત્નો કર્યા હતા. 'વૈષ્ણવ જન..' ભજનમાં સંયમ, ત્યાગ, તપશ્ચર્યા, પુણ્ય જેવા બાપુના જીવનના આદર્શોની અનુભૂતિ થાય છે.

fashion

સંબંધિત સમાચાર

travel