અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત. ડોનાલ્ડ ટ્રમ્પનું આ સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પહેલા થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશો પરમાણુ યુદ્ધની અણી પર છે.
પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ પરિસ્થિતિની ગંભીરતાને સંપૂર્ણપણે સમજી શકે છે. તેમણે કહ્યું કે અમે બંને દેશો વચ્ચે વેપારમાં મદદ કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો આ સંઘર્ષ બંધ નહીં થાય તો અમે વેપારમાં મદદ કરીશું નહીં.


