મુખ્ય સામગ્રી પર જાઓ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ

જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ

ગીર સોમનાથ : જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.

સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં બળદગાડાંને શણગારવામાં આવ્યાં હતાં. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ ‘ગાંધીજી’, ‘ભારતમાતા’ સહિતની વેશભૂષા ધારણ કરી હતી. 

‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના જયઘોષ સાથે ઉના ખાતેથી નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં નાગરિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં પદાધિકારીશ્રીઓ સહિત ઉના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા અને વહીવટી તંત્રના
અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતાં.

સંબંધિત સમાચાર