મુખ્ય સામગ્રી પર જાઓ

વિનેશ ફોગટે હવે ઉઠાવ્યું મોટું પગલું, ખેલ રત્ન સાથે આ એવોર્ડ પરત કરવાનો કર્યો નિર્ણય

રેસલર વિનેશ ફોગાટે ખેલ રત્ન એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે.તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી.

વિનેશ ફોગટે હવે ઉઠાવ્યું મોટું પગલું, ખેલ રત્ન સાથે આ એવોર્ડ પરત કરવાનો કર્યો નિર્ણય

કુસ્તીબાજો અને બ્રિજભૂષણ શરણ સિંહને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિનેશ ફોગાટે હવે મોટો નિર્ણય લીધો છે. અગાઉ બ્રિજ ભૂષણના નજીકના સંજય સિંહ WFIના ચીફ તરીકે ચૂંટાયા હતા.

આ પછી ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે નિવૃત્તિ લીધી અને બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી અને WFIની નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી. જે બાદ ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખ સંજય સિંહ અને તેમની આખી ટીમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે વિનેશ ફોગાટે એક મોટું પગલું ભર્યું છે.

વિનેશ ફોગાટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.

સંબંધિત સમાચાર