ગુજરાત
3759 लेख
ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫ની ઉજવણી કરાઈ
વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, વાઘના કુદરતી રહેઠાણને સંરક્ષિત કરવા દર વર્ષે ૨૯ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટ, ડૉક્ટર પાસેથી 19.24 કરોડ રૂપિયા પડાવ્યા
ગુજરાતની રાજધાનીમાં લગભગ 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. 19.24 કરોડની છેતરપિંડીનો આ કેસ સમગ્ર દેશનો સૌથી મોટો ડિજિટલ કૌભાંડ બની ગયો છે. આ કેસમાં પોલીસે સુરતથી લાલજીભાઈ બલદાનિયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ - ITI
રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં ૨૮૮ સરકારી, ૧૦૦ ગ્રાન્ટ-ઇન-એઇડ અને ૧૬૮ સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ ૫૫૬ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે.
PDEU માં 2025-2026 બેચના B.Tech અને B.Sc ના નવા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ
પંડિત દિનદયાળ ઊર્જા યુનિવર્સિટી (PDEU) એ 2025-2026 ના શૈક્ષણિક વર્ષની B.Tech. અને B.Sc. ની નવી બેચ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શાળાથી યુનિવર્સિટી જીવનમાં પરિવર્તન સરળતાથી થઈ શકે તે માટે માર્ગદર્શન આપવાનો છે.
નર્મદા જિલ્લાના આંગણે પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ કેવડિયા કાર્નિવલ
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પર્ફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીતરસની હેલી વરસાવી નર્મદાવાસીઓને મનોરંજનમાં તરબોળ કર્યા.
અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસનું રાજગીર સુધી વિસ્તરણ
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન બર 12947/12948 અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસને રાજગીર સુધી વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.
પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.
ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો મામલો, બેકાબૂ કારે અનેક લોકોને કચડી નાખ્યા; 4 લોકોના મોત
ગાંધીનગરમાં એક કારે અનેક લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
રાજપીપળા વન વિભાગના સહયોગથી નર્મદા જિલ્લાની સ્થાનિક મહિલાઓ દેશી શાકભાજીનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા
રીંગણ, ચોળી, ભીંડા, કારેલા, કંકોડા અને મકાઈનું વેચાણ કરી રોજગારી મેળવતી આમલી ગામની સ્થાનિક મહિલાઓ. શાકભાજીના વેચાણમાંથી ઘર-પરિવાર તેમજ બાળકોને ભણાવવાના ખર્ચા માટેની આવક મળી રહે છે : શ્રીમતી મિનાક્ષીબેન વસાવા.
આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે
આગામી વિવિધ તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે :- અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે
પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરેલા માદક પદાર્થોનો નાશ કરવામાં આવશે.
રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મુલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીનો અહેવાલ મુખ્યમંત્રીને અર્પણ કરાયો
રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ૩૬૦ ડીગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના તારણોનો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો હતો.
ગુજરાત ATS એ 4 અલ-કાયદા આતંકવાદીઓની ધરપકડ કરી, મોટા હુમલાની જવાબદારી સોંપવાની હતી
ગુજરાત ATS એ અલ-કાયદાના AQIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં, ગુજરાત ATS એ ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું
RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી.
દેડિયાપાડા-ચીકદા માર્ગ ખાતે રોડ મરામતની કામગીરી પૂર્ણ કરાઈ
વરસાદના કારણે નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ માર્ગોને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્વરિત અને અસરકારક માર્ગ મરામત કામગીરી કરવા માર્ગ મકાન વિભાગના ઇજનેરોને સ્થળ પર મુલાકાત લઇને ત્વરિત પગલા લેવા અને પેચવર્ક કરવા તાકિદ કરાઇ હતી.
ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૨૫ જિલ્લાના ૯૦ તાલુકાઓમાં વરસાદ
નવસારીના જલાલપોર તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૫૮.૧૯ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૬૦ ટકા કરતાં વધુ ભરાયા.
ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ખરીદી સમયે આટલી કાળજી જરૂર રાખવી....!!!
ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ૪ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા દ્વારા ૭૭મો સ્થાપના દિવસ ઉજવાયો
ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિએશન, રાજપીપળા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા સંસ્થાએ પોતાની ૭૭ મી વર્ષગાંઠ નિમિત્તે યાદગાર સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.
અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે
ધિરાણ લેવા ઈચ્છુક નાગરીકો આગામી તા.૨૩ જુલાઈથી ૧૭ ઓગષ્ટ સુધી www.sje.gujarat.gov.in/gscdc વેબસાઈટ પર અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારુતી સુઝુકી ઇકો યોજના તથા ટ્રેક્ટર-યાંત્રિક સાધનો માટેની યોજના હેઠળ ધિરાણ અપાશે.