ગુજરાત
3759 लेख
રાજકોટ ખાતે ૧૬મો રોજગાર મેળો યોજાયો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની હાજરીમાં રાજકોટ ખાતે ૧૬મો રોજગાર મેળો યોજાયો.
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન
અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની ૨૦૦ અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યું.
ગુજરાતના વડોદરામાં પુલ તૂટી પડ્યો, 12 લોકોના મોત
વડોદરામાં મહિસાગર નદી પર બનેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો. ઘણા વાહનો નદીમાં પડી ગયા, જેના કારણે 12 લોકોનું દુઃખદ મૃત્યુ થયું અને ઘણા લોકો ઘાયલ થયા.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો.
4 જુલાઇના રોજ ગાંધીનગરમાં અભિવાદન સમારોહ
મુખ્યમંત્રીશ્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી થશે. રાજ્યમાં કુલ 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર, નવા ચૂંટાયેલા 4876 સરપંચશ્રી તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતના 600 સભ્યો જોડાશે
મુખ્યમંત્રીના હસ્તે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે ૨૬૦ કાપડની બેગના નવા વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરાયું
પર્યાવરણને બચાવવાના પ્રયાસોમાં એક મહત્વનું પગલું એટલે પ્લાસ્ટીક બેગના વપરાશને ઓછું કરવું. ગત વર્ષે રાજ્યના વિવિધ જાહેર સ્થળો પર પ્લાસ્ટીક બેગનો વપરાશ ઘટાડવા બેગ એટીએમ મુકવાના મહત્વના પર્યાવરણલક્ષી નિર્ણય બાદ માત્ર ૨૦૦ દિવસમાં એક લાખથી વધુ નાગરીકોએ કાપડની થેલીનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરીતાર્થ કર્યો છે.
અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ ૫૨ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૦૨/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સભાગૃહ ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય
સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર - શેર સેર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી - ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની ૮૦ ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલામાં આયુષ્માન વયવંદના કાર્ડનું વિતરણ
સાવરકુંડલા : સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના કાર્યાલય, સત્વ અટલધારા ખાતે આયુષ્માન વયવંદના કાર્ડ...
અમદાવાદ મંડળથી ચાલનારી બે જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-પટના અઠવાડિક ક્લોન સ્પેશિયલ અને અમદાવાદ-દરભંગા અઠવાડિક ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો માટે વધુમાં વાંચો.
નવીન શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ શાળાઓની માંગણી મુજબ ધોરણ ૧ થી ૧૨ના પુસ્તક વિતરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અનોખી પહેલ રૂપે રાજ્યમાં નવીન શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ શાળાઓની માંગણી મુજબ વિનામૂલ્ય પાઠ્યપુસ્તક યોજના હેઠળ ધોરણ ૧ થી ૧૨ના પુસ્તક વિતરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝા ખાતેથી Td અને DPT રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(Td) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. આ અભિયાનમાં રાજ્યની ૯૯૨ RBSK ટીમો દ્વારા ૪૭,૪૩૯ શાળાઓના અંદાજીત ૧૮,૨૦,૧૦૪ લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૨૪ ટકા નોંધાયો.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો
રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૬ જિલ્લાના ૧૪૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
એકતાનગર – હજરત નિજામુદ્દીન સુપરફાસ્ટના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર
રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 20945/20946 એકતાનગર – હજરત નિજામુદ્દીન – એકતાનગર સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક ટ્રેનના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ
રાહત નિયામકશ્રી અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.
રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 5 રેલવે કર્મચારી સન્માનિત
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી સુધીર કુમાર શર્માએ મંડળના 05 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં ઉત્કૃષ્ટ કામ અમલીકરણ માટે સન્માનિત કર્યા.
સુરત જિલ્લામાં ગત ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ. સુરત શહેરમાં જ રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો.
અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર
અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ઉપડતી/આવતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને કામચલાઉ ધોરણે અસારવા, મણિનગર અને વટવામાં ખસેડવામાં આવી રહ્યા છે.
સેવા બેંક દ્વારા સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે વુમન-ઇન-બિઝનેસ કેમ્પનું આયોજન કરાયું
ભારતની અનૌપચારિક ક્ષેત્ર માટેની પ્રથમ મહિલા બેંક, શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ, દ્વારા અમદાવાદની ફર્ન હોટેલ ખાતે 'વુમન-ઇન-બિઝનેસ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.