રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 19483/19484 અમદાવાદ - બરૌની એક્સપ્રેસને સહરસા સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે.
ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ સહરસા એક્સપ્રેસ અમદાવાદ થી નિર્ધારિત સમય 00.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 22.55 વાગ્યે સહરસા પહોંચશે. આવી જ રીતે ટ્રેન સંખ્યા 19484 સહરસા-અમદાવાદ એક્સપ્રેસ 14 સપ્ટેમ્બર 2025 થી સહરસા થી 16.40 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 11.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.
બરૌની થી સહરસા ની વચ્ચે આ આ ટ્રેન બેગુસરાય, ખગડીયા, માનસી અને સીમરી બખ્તિયારપૂર સ્ટેશન પર રોકાશે.
અમદાવાદથી બરૌની વચ્ચે આ ટ્રેન નો આગમન/પ્રસ્થાન ના સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
ટ્રેનોના સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકો છો


