મુખ્ય સામગ્રી પર જાઓ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામે એક જ પરિવારના ચાર સભ્યોના અકસ્માતમાં મોત

બાલાસિનોર તાલુકાના ભાદરા ગામે જેસીંગભાઈ અભેસિંહના પરિવાર ચોટીલા ખાતે માનતા પૂરી કરવા ગયા હતા બાધા પૂરી કરી પરત ફરતા બાવળા બગોદરા હાઇવે ઉપર અકસ્માત નડ્યો ગોજારો અકસ્માત નડ્યો જેમાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો દુઃખદ અવસાન થયું. 

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામે એક જ પરિવારના ચાર સભ્યોના અકસ્માતમાં મોત

બાલાસિનોર તાલુકાના ભાદરા ગામે જેસીંગભાઈ અભેસિંહના પરિવાર ચોટીલા ખાતે માનતા પૂરી કરવા ગયા હતા બાધા પૂરી કરી પરત ફરતા બાવળા બગોદરા હાઇવે ઉપર અકસ્માત નડ્યો ગોજારો અકસ્માત નડ્યો જેમાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો દુઃખદ અવસાન થયું જેના કારણે બાલાસિનોર પંથકમાં અને ભાથલા ગામમાં શોક જોવા મળ્યો.

જેસિંગભાઈ ના પરિવારને કાળો કાળ ભડખી ગયો ,જેની જાણ મહીસાગર જિલ્લા ના ઠાકોર સેના ના પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા તેઓ અને તેમની સમગ્ર  ટીમ તેમજ અમદાવાદ ઠાકોર સેના ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ને  ઇજા ગ્રસ્તો અને મરણ પામેલ વ્યક્તિઓ ને હોસ્પિટલ માં સારવાર અર્થે મોકલી આપ્યા આ સાથે  ભોથલા ગામ ના સરપંચશ્રી રમેશભાઈ ડે. સરપંચ તેમજ આગેવાનો ની સાથે બગોદરા પહોંચી ને મૃતકો ને બાલાસિનોર તરફ લાવવામાં મદદરૂપ થયા.

અન્ય  ઇજાગ્રસ્તો ને અસારવા સિવીલ હોસ્પિટલ માં એડમીટ કરેલ જેની જાણ થતા અમદાવાદ સોલા સિવલ તથા અસારવા પહોંચી ને એ તમામ ની ખબર અંતર કાઢી દરેક ઇજાગ્રસ્તને ટીમ દ્વારા બનતી મદદ કરી તેમજ અમદાવાદ શહેર ટીમ પણ ખુબજ  મોડી રાત સુધી રોકાઈ હતી અને એ પણ એમના દ્વારા બનતી તમામ મદદ ની ખાત્રી આપી અને  મહીસાગર જીલ્લા પ્રમુખશ્રી તેમજ ભોથલા સરપંચશ્રી રમેશભાઈ તેમજ ડેપોટી સરપંચ અને ગામ ના આગેવાનો સાથે  હોસ્પિટલ માં હાજર રહ્યા...

આજે જ્યારે મૃતકો ની અંતિમ યાત્રા ભાથલા ગામમાં નીકળી ત્યારે સમગ્ર ગામ હિબકે ચઢયું જૉવા મળ્યું.સાથે ધારાસભ્ય મૃતકોના પરિવાર જનો ને સતત્વના પાઠવી હતી અને તેમને પરિવાર ઉપર આવેલ આફતસામે લડવાની શક્તિ સાતત્વતા પાઠવી હતી

સંબંધિત સમાચાર