મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

નાનીમાળમાં 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન

પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં મહાસિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ, યુવાનોને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ. કૈલાશધામ આશ્રમમાં 30 કિ.મી. વિસ્તારમાંથી 20,000+ ભક્તો દર્શન કરે છે. વિગતો જુઓ.

નાનીમાળમાં 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામમાં કૈલાશધામ મંદિર આશ્રમ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મહાસિવરાત્રીના પાવન પ્રસંગે 12 જયોર્તિલિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો હતો.

આ તકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામલોકોએ ૧૨ જયોર્તિલિંગના દર્શન કરવા માટે દૂર જવાની જરૂર નથી. ૧૨ જયોર્તિલિંગના દર્શન કરવાનો લ્હાવો ગામમાં જ મળી રહે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
આ તકે આગેવાન શ્રી મહેશભાઈ સવાણી અને શ્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ.

પાલીતાણાની તળેટીમાં આવેલું નાનીમાળ ગામ વિવિધ સમાજના લોકો એકતા અને સૌહાર્દથી રહેતું ગામ છે. આશ્રમ પરિસરમાં કુલ ૧૭ મંદિરો આવેલ છે. આ મંદિરો આશરે ૨૫ વર્ષ પહેલા નિર્માણ પામ્યા હતા. સમયાંતરે મંદિરો જર્જરિત થઈ જતા, તેમના જીર્ણોદ્ધાર (નવનિર્માણ)નો વિચાર ૩ વર્ષ પૂર્વે મુકેશભાઈ મનજીભાઈ પટેલ દ્વારા મુકવામાં આવ્યો હતો. આશ્રમમાં ૧૨ શિવાલયોના જીર્ણોદ્ધાર સાથે અન્ય દેવસ્થાનોનું પણ પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે.

આ મંદિરોમાં સ્થાપિત દેવતાઓ શ્રી સોમનાથ મહાદેવ, શ્રી મલ્લિકાર્જુન મહાદેવ, શ્રી મહાકાલ મહાદેવ, શ્રી ઓમકારેશ્વર મહાદેવના પૂજા અર્ચના અને દર્શન કરી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ધન્યતા અનુભવી હતી તેમજ આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આશ્રમના સ્થાપક ગુરુ શ્રી વિજયગીરી બાપુએ નાનીમાળ ગામનું નામ સાર્થક થાય તે માટે નાના મંદિરોની “માળ” રચવાની કલ્પના વ્યક્ત કરી હતી, જે કાર્ય આજે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. કૈલાશધામ મંદિર નાનીમાળ ગામના દરેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આશ્રમમાં આજુબાજુના ૩૦ કિલોમીટર વિસ્તારમાંથી ભક્તો દર્શન અને પૂજા અર્ચના કરવા આવે છે. દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર આશરે ૨૦,૦૦૦ થી વધુ ભક્તો દર્શન માટે આવે છે.

આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોત્તમ ભાઈ સોલંકીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી ભીખાભાઈ બારૈયા, આગેવાન શ્રી કેશુભાઈ નાકરાણી, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

fashion

સંબંધિત સમાચાર

travel