રાજપીપલા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બંદરપુરા ગામે ત્રણ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં CRP શ્રી સુરેશભાઈ બારીયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ, લાભો તથા વ્યવહારુ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે રાસાયણિક ખેતીથી જમીન, આરોગ્ય અને પર્યાવરણને થતી નુકસાની અંગે સમજ આપી તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને લાંબા ગાળે જમીનની ઉર્વરતા જાળવી શકાય તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખાતર, જીવામૃત, ઘનજીવામૃત, બીજ સારવાર તથા જીવાત નિયંત્રણ માટેની કુદરતી પદ્ધતિઓ અંગે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. હાજર રહેલા ખેડૂતો દ્વારા
ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી કરી તાલીમનો લાભ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમથી વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની જાગૃતિ વધશે અને ખેડૂતોને ટકાઉ ખેતી તરફ પ્રેરણા મળી રહેશે.


