મુખ્ય સામગ્રી પર જાઓ

પૂર્વોત્તર રેલમાં નોન-ઇન્ટરલોકિંગ – અમદાવાદની 4 ટ્રેનો પ્રભાવિત, જુઓ લિસ્ટ

પૂર્વોત્તરમાં નોન-ઇન્ટરલોકિંગથી અમદાવાદની 19489, 19490, 09466, 19166 ટ્રેનો આંશિક કેન્સલ + લેટ + રૂટ ચેન્જ. 16-17 ડિસેમ્બરે અસર – જુઓ સંપૂર્ણ લિસ્ટ.

પૂર્વોત્તર રેલમાં નોન-ઇન્ટરલોકિંગ – અમદાવાદની 4 ટ્રેનો પ્રભાવિત, જુઓ લિસ્ટ

પૂર્વોત્તર રેલવેના મઊ-પિપહરી ડીહ-દુલ્લહપુર સેક્શનમાં પેચ ડબલિંગ કમીશનીંગ અને મઊ-ખુરહટ પ્રી-નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :-

આંશિક રદ ટ્રેનો

·         16 ડિસેમ્બર 2025 ની ટ્રેન નં. 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ વારાણસી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે તથા વારાણસી-ગોરખપુર વચ્ચે આંશિક રદ રહેશે.
·         17 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ વારાણસી સ્ટેશનથી ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને ગોરખપુર-વારાણસી સ્ટેશન વચ્ચે આંશિક રદ રહેશે.

રિશિડ્યુલ/રેગ્યુલેટ ટ્રેનો

·         17 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદથી 4 કલાક મોડી પ્રસ્થાન કરશે.
·         9,10 અને 11 ડિસેમ્બર 2025 ની ટ્રેન નં. 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.

માર્ગ પરિવર્તિત ટ્રેન

·         15 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ નિર્ધારિત માર્ગ ફેફના-ઈંદારા-મઊ-શાહગંજને બદલે પરિવર્તિત માર્ગ વાયા ફેફના-ગાજીપુર સિટી-ઔડિહાર-જૌનપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન શાહગંજ અને અયોધ્યા કેન્ટ સ્ટેશન પર જશે નહી.

·         10,13 અને 15 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ફેફના-ઈંદારા-મઊ-શાહગંજને બદલે પરિવર્તિત માર્ગ ફેફના-ગાજીપુર સિટી-ઔડિહાર-જૌનપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન શાહગંજ, આજમગઢ, મઊ અને બલિયા સ્ટેશનો પર જશે નહીં.

ટ્રેનોના સંચાલન, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી  www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
 

સંબંધિત સમાચાર