ડાકોર વિજયદાસજી સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા મા-બાપ વિહોણી દીકરીઓ માટે ભવ્ય સમુહલગ્ન યોજાયો.
"માનવ સેવા એજ માધવ સેવા ના પોતાના સુત્ર ને સાર્થક કરે છે"
ડાકોર ખાતે ગોમતી તટ પર આવેલા દંડી આશ્રમ ના મહંત શ્રી વિજયદાસજી મહારાજ પરોપકારી કાર્યો કરવા માટે ખુબ જાણીતા છે જે વર્ષ દરમિયાન જરૂરિયાત વાળા લોકો માટે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે છે જેમાં 5 ડીસેમ્બર ના રોજ મા બાપ વિહોણી અથવા આર્થિક સ્થિતિ સારી ન હોય તેવી દીકરીઓ માટે ખૂબ ધામધૂમથી અને ભવ્ય રીતે સમુહલગ્ન યોજવામાં આવ્યા હતા.
જેમાં દાતા ગિરીશભાઈ બુસા તરફથી સોનાના મંગળસૂત્રો,સોનાની ચૂકો જેવા કિંમતી દાગીના કન્યાઓ ને કરીયાવર માં આપ્યા હતા અને અન્ય દાતાઓ તરફથી કરિયાવરમાં તિજોરી,પલંગ,કીચન સેટ વગેરે આશરે દોઢ લાખનો કરિયાવર દરેક દીકરીઓને આપવામાં આવ્યો.આ પ્રસંગે નવ યુગલો ને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો મહામંડલેશ્વરો તથા ગુજરાત સરકાર ના મહેસૂલ મંત્રી શ્રીસંજયસિંહમહીડા,મહેમદાવાદના ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રીશ્રી શ્રીઅર્જુનસિંહ ચૌહાણ,ઠાસરાના ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમાર,મુખ્ય સરકારી વકીલ શ્રી ધવલભાઈ બારોટ,પ્રબોધભાઈ મહેતા જેવા અનેક મહાનુભાવો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.જાદવાણી પરિવાર અને જનસેવા ના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી આ સેવાકીય કાર્ય ને સફળ બનાવ્યું હતું.


