મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ–શેખપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી તહેવારને ધ્યાને રાખીને મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદ–શેખપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનનું વિવરણ માટે વધુમાં વાંચો.

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ–શેખપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી તહેવારને ધ્યાને રાખીને મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદ–શેખપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનનું વિવરણ નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09463/09464 અમદાવાદ–શેખપુરા–અમદાવાદ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર (04 ફેરા)

ટ્રેન નંબર 09463 અમદાવાદ–શેખપુરા સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી 18 ઓક્ટોબર, 2025 (શનિવાર) અને 23 ઓક્ટોબર, 2025 (ગુરૂવાર)ના રોજ બપોરે 15:20 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે સવારે 04:00 કલાકે શેખપુરા પહોંચશે.

તે જ રીતે ટ્રેન નંબર 09464 શેખપુરા–અમદાવાદ સ્પેશિયલ ટ્રેન શેખપુરાથી 20 ઓક્ટોબર, 2025 (સોમવાર) અને 25 ઓક્ટોબર, 2025 (શનિવાર)ના રોજ સવારે 06:30 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સાંજે 20:00 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, સંત હિર્દારામ નગર, બિના, દમોહ, કટની, મૈહર, સતના, માનિકપુર, પ્રયાગરાજ છીક્કી, મિર્જાપુર, પંડિત દિનદયાલ ઉપાધ્યાય જં., ભભુઆ, સાસારામ, ડેહરી ઑનસોન, અનુગ્રહ નારાયણ રોડ, ગયા, તિલૈયા અને નવાદા સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર તેમજ સામાન્ય વર્ગના કોચ હશે.

ટ્રેન નંબર 09463 માટેની બુકિંગ 17 ઓક્ટોબર, 2025થી તમામ પી.આર.એસ. કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વધુ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.

fashion

સંબંધિત સમાચાર

travel