ગુજરાત
3759 लेख
રાજપીપલા-પોઈચાની વધારાની એસટી બસોની ટ્રીપો શરૂ થતાં વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થશે
ટુંક સમય પહેલા પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલ બાદ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરાઇ.
ઉપલેટાના કોલકી રોડ પર આવેલ વેણુ સિંચાઇ યોજનાની જર્જરિત પાણી ભરેલી ટાંકી ધળાકા ભેર તૂટી પડી
ઉપલેટાના કોલકી રોડ પાસે આવેલ વેણુ સિંચાઇની 6 લાખ લીટર ની પાણી ભરેલ ટાંકી તંત્ર ની બેદરકારીને લઈ તૂટી પડવાનો બનાવ સામે આવ્યો છે.
અદાણી વિદ્યા મંદિર, અમદાવાદને 7મી એનવાયસી ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ 2023માં સન્માનિત કરાઈ
અદાણી વિદ્યા મંદિર, અમદાવાદ (એવીએમએ), ને પર્યાવરણ-સભાન શિક્ષણ માટે તેના અનુકરણીય અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. શાળાએ 7મી એનવાયસી ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં ગૌરવપૂર્વક પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીત્યો હતો, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.
૧૯મી વખત AMA એઆઈએમએનો બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ કેટેગરી-૧ જીત્યું
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ભારતમાં મેનેજમેન્ટ પ્રોફેશનની રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમોટર અને સ્થાપક-સભ્યો પૈકીમાનું એક છે. દર વર્ષે એઆઈએમએ લોકલ મેનેજમેન્ટ એસોસિએશન્સને "બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશન એવોર્ડ" એનાયત કરે છે.
આણંદ જિલ્લામાં કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કલામહાકુંભ-૨૦૨૩નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ કલામહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે.
તિલકવાડા તા.પં પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટણીમાં પક્ષ વિરુદ્ધ મતદાન કરનાર કોંગ્રેસના સભ્યો પાર્ટીમાંથી સસ્પેન્ડ
નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોહિત પટેલે પ્રદેશના આદેશથી કોંગ્રેસના તા.પં સભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કર્યાં, આગામી સમયમાં એમનું તાલુકા પંચાયતનું સભ્ય પદ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે: નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રોહિત પટેલ.
નર્મદામાં લગ્નની લાલચે ૧૭ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવાન સામે ગુનો દાખલ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે, નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરાને નાંદોદ તાલુકા તાલુકાના વાવડી ગામના પ્રકાશભાઈ કોઈજીભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા, તે સમયે આરોપી યુવાને સગીરાને હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
સ્વચ્છ ભારત મિશન હેઠળ સમગ્ર રાજ્યમાં તા. ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી વડોદરા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને મળશે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ
રૂ. ૧૦ કરોડના ખર્ચે દાહોદમાં પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રનું થશે ખાતમુહૂર્ત.
દાહોદ નગરની જળ વ્યવસ્થાપનને સુદ્રઢ કરવાના અદ્યતન પ્રોજેક્ટનું વડાપ્રધાન કરશે લોકાર્પણ
દાહોદ નગરમાં જળ વિતરણમાં સેન્સર્સ ટેકનોલોજીથી લિકેજીસ શોધીને વ્યય થતા પાણીને બચાવી શકાશે, રૂ. ૯૨.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણી પુરવઠા પરિયોજના થકી પાણીના વિતરણ અંગેની માહિતી મેળવી શકાશે.
જાની પાયગા પાસે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક નમી પડતા લોકોના જીવ તાળવે ચોટ્યા
છાસવારે ઓવારલોડ ટ્રકોથી જોખમ ઉભુ થાય છે માટે હાઇવેની સાથે સાથે ગામમાં ફરતી આવી ટ્રકો પર કંટ્રોલ જરૂરી.
નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા પો.સ્ટે.ખાતે બ્લડ કેમ્પ યોજાયો
આવનારા તહેવારોને અનુલક્ષી ને પોલીસ વિભાગ દ્વારા માનવતાનાં ધોરણે બ્લડ કેમ્પનું આયોજન કરાયું, - ટાઉન પીઆઈ સહિત પોલીસ સ્ટાફનાં માણસો અને હિન્દુ,મુસ્લિમ દાતાઓએ લોહી આપ્યું.
નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીનાં બે અધિકારીઓ અન્ય જિલ્લાનો ચાર્જ સંભાળતા આ કચેરી કારકુનોનાં ભરોશે
કચેરીના જનરલ મેનેજર અને ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર અન્ય જીલ્લાનો ચાર્જ પણ સંભાળતા હોવાથી રાજપીપળા કચેરીમાં અમુક દિવસ મળે છે.
માનનીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા વડોદરા – દાહોદ મેમૂનો શુભારંભ
માનનીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા માનનીયા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન નીરજભાઈ સોની અને માનનીય વિધાનસભ્ય શ્રી કેયુરભાઈ નારાયણદાસ રોકડિયા સહિત અન્ય જાણીતા મહેમાનોની ગરિમામય ઉપસ્થિતિમાં વડોદરા સ્ટેશનથી નવી વડોદરા – દાહોદ મેમૂ ટ્રેનને પ્રસ્થાન સંકેત દેખાડી શુભારંભ કરવામાં આવ્યું.
ગલ્ફ સિન્ટ્રેક અને ઈન્ડિયા બાઇક વીક 2023 સુરતમાં ‘ચાય-પકોડા રાઇડ્સ’નો જાદુ લઈને આવે છે
લુબ્રિકન્ટ્સની દુનિયામાં અગ્રણી એવી ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ ઈન્ડિયા લિમિટેડે સુરતમાં ગર્વભેર “ચાય-પકોડા” રાઇડ રજૂ કરી હતી. આ રાઇડ એશિયાની અગ્રણી મોટરસાઈકલ ફેસ્ટિવલ ઈન્ડિયા બાઇક વીકની ઈકોસિસ્ટમમાં એક જાણીતી પરંપરા છે. ઈન્ડિયા બાઇક વીકે ગયા રવિવારે દિલ્હીમાં ચાય પકોડા રાઈડ્સના દિલધડક સ્ટાર્ટ સાથે તેની 10મી આવૃત્તિની શરૂઆત કરી હતી, જે આ વર્ષના મોટરસાયકલિંગ સાહસ, મિત્રતા અને સંસ્કૃતિની આતુરતાથી રાહ જોવાતી ઊજવણીની શરૂઆત છે. આ વર્ષે ગલ્ફના એસોસિએશન સાથે આ ઇવેન્ટ રાઇડર્સ અને ઉત્સાહીઓ માટે એક
નર્મદા: સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન કાર્યક્રમની ઉજવણી કરાઈ
મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ, “પોષણ ભી પઢાઈ ભી”, જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન.
વડોદરા જિલ્લાના ગામોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
જિલ્લાના તાલુકાનાં ગામોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સખી મંડળની બહેનો/ગ્રામજનો/મહાનુભાવો વગેરે દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો
રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.૧૩ સપ્ટેમ્બર- ૨૦૨૩થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર ચેક-અપ કરવામાં આવશે જે અન્વયે બહેનોને મેમોગ્રાફી-સોનોગ્રાફી ચેક-અપ માટે આશીર્વાદ ફાઉન્ડેશનમાં બોલાવવામાં આવશે.
આણંદ ખાતે “ભારત ટુ અમેરીકા એક્સપોર્ટ” કાર્યક્રમ યોજાયો
આણંદના બોરીઆવી સ્થિત વૃન્દાવન કોલ્ડ સ્ટોરેજ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરીના સંકલનમાં વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર્સ કોપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાના અધ્યક્ષસ્થાને “ભારત ટુ અમેરીકા એક્સપોર્ટ” અને પ્રાકૃતિક ખેતી તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.