મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 10 ફરિયાદોનો નિકાલ! પારદર્શી પ્રશાસનનું ઉદાહરણ

નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમમાં 10 ફરિયાદોનું ત્વરિત નિરાકરણ. પારદર્શી અને જનકેન્દ્રિત પ્રશાસન.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 10 ફરિયાદોનો નિકાલ! પારદર્શી પ્રશાસનનું ઉદાહરણ

રાજપીપલા: જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખુ અભિગમને
આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી કુલ 10 ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરશ્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે, નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી, સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે. આ સ્વાગત કાર્યક્રમ નાગરિકો અને પ્રશાસન વચ્ચે વિશ્વાસનો સેતુ બની રહ્યો છે. સ્વાગત કાર્યક્રમ દ્વારા પારદર્શક, જવાબદાર અને જનકેન્દ્રિત પ્રશાસનને વધુ મજબૂતી મળી રહી છે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ.ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, નાયબ પોલીસ
અધિક્ષકશ્રી પી.આર.પટેલ, જિલ્લા કક્ષા અને તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
 

fashion

સંબંધિત સમાચાર

travel