મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમત ગમત સ્પર્ધા નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.

19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમત ગમત સ્પર્ધા નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJAM)નો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્પર્ધા 16 ફેબ્રુઆરીથી શરુ થઈ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 616 જિલ્લાઓમાંથી 5,500થી વધુ એથ્લેટિક્સે ભાગ લીધો છે. જેમાં 3,365 બોયઝ સ્પર્ધકો જ્યારે 2,193 ગર્લ્સ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આયોજીત સ્પર્ધામાં 1105 કોચ પૈકી 835 પુરૂષ કોચ જ્યારે 270 મહિલા કોચ પણ ખેલાડીઓને સંપુર્ણ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આ સંપૂર્ણ કાર્યક્રમની આગેવાની ગુજરાત સરકાર, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત,એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા, ગુજરાત યુનિવર્સિટીઅને રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન સાથે મળીને કરી રહ્યું છે.

300 એકરમાં ફેલાયેલા ગુજરાત યુનિવર્સિટીના અત્યાધુનિક સુવિધા સભર ગ્રાઉન્ડના સિન્થેટિક ટ્રેક અને વિશાળ વોર્મ-અપ એરિયામાં પ્રથમ દિવસે જ ખેલાડીઓનો ઉત્સાહ ભરપૂર જોવા મળ્યો હતો. ખાસ કરીને આ ઉત્સાહને વેગ આપવા માટે NIDJAMમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રમત-ગમત રાજ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી, AFI ના પ્રેસિડેન્ટ આદિલે સુમેરિવાલા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્ર સચિવ(ઈન્ચાર્જ) અશ્વિની કુમાર, સ્પોર્ટ્સ ઓથોરટી ઑફ ગુજરાતના ડાયરેકટર જનરલ આર. એસ. નિનામા, સ્પોર્ટસ ઓથોરટી ઑફ ગુજરાતના સેક્રેટરી આઇ.આર. વાળા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ઓએસડી સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત અર્જુનસિંહ રાણા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરજા ગુપ્તા, ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઇવેન્ટના ઉદઘાટન દરમિયાન મ્યુઝિક અને ડાન્સના કાર્યક્રમનું આયોજન યુવાનો અને બાળકો દ્વારા કરાયું હતું. આ સાથે NIDJAN દ્વારા સ્પોર્ટ્સને લગતી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પીચ આપતા જણાવ્યું હતું કે, લોકલાડીલા નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ દેશના સમગ્ર યુવાનોના વિકાસ માટે કામ કર્યું છે. તેમનું ધ્યેય રમત ગમત ક્ષેત્રને ખૂબ આગળ લઈ જવાનું હતું જે સાકાર થયું છે. આ ત્રણ દિવસની સ્પોર્ટ્સની સ્પર્ધામાં આવેલા તમામ ખેલાડીઓનો હું શ્રી મહાત્મા ગાંધી, શ્રી સરદાર પટેલ અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્ર મોદીજીની ભૂમી પર સ્વાગત કરું છું. ગુજરાતમાં આ આયોજન થયું છે જે ગર્વની વાત છે.

વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેલ ક્ષેત્રે સુવિધાઓ આપવામાં આવી રહી છે. છેલ્લાં 10 વર્ષમાં ઘણી સફળતાઓ પણ આપણને મળી છે. ઇન્ટરનેશનલ લેવલે મેડલો પણ વધુ મળ્યા છે. પીએમ એ ખેલ મહાકુંભ બાદ નેશન લેવલ પર ખેલો ઇન્ડિયાની શરૂઆત કરી હતી જેમાં પણ સફળતા મળી. ગુજરાત આગામી સમય માટે ઓલિમ્પિકની પણ તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે બજેટમાં પણ વધારો ઉત્તરોઉત્તર કર્યો છે. ખેલના મેદાનમાં હાર જીત થતી હોય છે પરંતુ  દેશની આન, બાન, શાન માટે જ આપણો પ્રયાસ હોવો જોઈએ. જે વિકસિત ભારત માટે મદદગાર સાબિત થશે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, હું અહીં આવેલા તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.

fashion

સંબંધિત સમાચાર

travel