મુખ્ય સામગ્રી પર જાઓ

પાકિસ્તાનના 2 ખેલાડીઓએ એકસાથે કર્યું પરાક્રમ, 12 વર્ષ પછી રચ્યો ઈતિહાસ

આજે પાકિસ્તાન અને નેધરલેન્ડની ટીમો ICC ODI વર્લ્ડ કપ 2023 ની બીજી મેચમાં સામસામે હતા. નેધરલેન્ડને ભલે નબળી ટીમ માનવામાં આવે છે, પરંતુ ટીમે પાકિસ્તાન સામે જોરદાર પ્રદર્શન કર્યું છે અને તે આસાનીથી રન બનાવવા નથી આપી રહી.

પાકિસ્તાનના 2 ખેલાડીઓએ એકસાથે કર્યું પરાક્રમ, 12 વર્ષ પછી રચ્યો ઈતિહાસ

આજે પાકિસ્તાન અને નેધરલેન્ડની ટીમો ICC ODI વર્લ્ડ કપ 2023 ની બીજી મેચમાં સામસામે છે. નેધરલેન્ડને ભલે નબળી ટીમ માનવામાં આવે હતા, પરંતુ ટીમે પાકિસ્તાન સામે જોરદાર પ્રદર્શન કર્યું છે અને તે આસાનીથી રન બનાવવા નથી આપી રહી. ટીમે પાકિસ્તાનના ટોપ થ્રીને વહેલી તકે પેવેલિયન મોકલીને સનસનાટી મચાવી દીધી હતી. જો કે તે પછી મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે ટીમને સંકટમાંથી ઉગારી જ નહી પરંતુ નવો રેકોર્ડ પણ બનાવ્યો. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું માત્ર બે વખત જ બન્યું છે, હવે ત્રીજી વખત ઈતિહાસ રચાયો છે.

મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલ ODI વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ રમી રહ્યા છે

પાકિસ્તાન માટે મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલ આજે ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમવા આવ્યા છે. 2019માં જ્યારે 50 ઓવરનો વર્લ્ડ કપ થયો ત્યારે પાકિસ્તાનનો વિકેટ કીપર સરફરાઝ અહેમદ હતો. હવે તે ટીમમાં નથી, તેની જગ્યાએ મોહમ્મદ રિઝવાન આ જવાબદારી નિભાવી રહ્યો છે. મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે પોતપોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યાં એક તરફ મોહમ્મદ રિઝવાને 68 રન બનાવ્યા તો બીજી તરફ સઈદ શકીલે પણ એટલા જ રનની ઇનિંગ રમી. આ પહેલા માત્ર બે વાર આવું બન્યું છે, જ્યારે પાકિસ્તાન માટે પ્રથમ વનડે વર્લ્ડ કપ રમી રહેલા બે બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હોય. વર્ષ 1975માં માજિદ ખાને 65 રનની ઇનિંગ રમી હતી અને આસિફ ઇકબાલે 53 રનની ઇનિંગ રમી હતી. આ પછી, વર્ષ 2011 માં, મિસ્બાહ ઉલ હકે 65 રન બનાવ્યા અને ઉમર અકમલે તેના ડેબ્યૂ ODI વર્લ્ડ કપમાં 71 રન બનાવ્યા.

પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ફરી કામ ન આવ્યો

આજની મેચમાં પાકિસ્તાનના ટોપ ઓર્ડરની વાત કરીએ તો ઓપનર ફખર ઝમાનનું ફ્લોપ પ્રદર્શન જારી રહ્યું છે. તેણે 15 બોલમાં 12 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઈમામ ઉલ હક 19 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન બાબર આઝમ ફરી એક વાર ચાલ્યો નહીં. તેણે 18 બોલમાં પાંચ રનની ટૂંકી ઇનિંગ રમી હતી. જ્યારે મોહમ્મદ રિઝવાને 75 બોલમાં 68 રન બનાવ્યા હતા. બીજી તરફ સઈદ શકીલે પણ 52 બોલમાં 68 રન બનાવ્યા હતા. જોકે, ઈફ્તિખાર અહેમદ 37 બોલમાં માત્ર 34 રન જ બનાવી શક્યો હતો.

સંબંધિત સમાચાર