મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

રેલ્વેમાં હીરો બન્યા 5 ગુજરાતી જવાનો! અમદાવાદ મંડળના કર્મચારીઓને મહાપ્રબંધકે સન્માનિત કર્યા

પશ્ચિમ રેલ્વે મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે અમદાવાદ મંડળના 5 કર્મચારીઓને “મેન ઓફ ધ મન્થ” (ડિસેમ્બર-2025) સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા! અનિલ કુમાર, ગ્રૈશકુમાર ડી., સાજિદ અહમદ, રવિકુમાર મીના અને દીપક યાદવે સતર્કતાથી એર સ્પ્રિંગ લીકેજ, હોટ એક્સલ, બ્રેક ફાયર જેવી ખામીઓ પકડી મોટી દુર્ઘટનાઓ ટાળી. રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન! વાંચો વિગતો.

રેલ્વેમાં હીરો બન્યા 5 ગુજરાતી જવાનો! અમદાવાદ મંડળના કર્મચારીઓને મહાપ્રબંધકે સન્માનિત કર્યા

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (પ્રભારી) શ્રી પ્રદીપ કુમારે પશ્ચિમ રેલવે મુખ્યાલય, મુંબઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ મંડળના 5 કર્મચારીઓને રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય, સતર્કતા તથા સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ “મેન ઓફ દ મન્થ” (ડિસેમ્બર–2025) સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા. કર્મચારીઓની સમયસરની સતર્કતાને કારણે સંભવિત દુર્ઘટનાઓ ટળી અને રેલ સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત થઈ.

સન્માનિત કર્મચારીઓનું વર્ણન

1.    શ્રી અનિલ કુમાર, ફિટર-III (C&W), ભીલડી: 11 ડિસેમ્બર 2025ના રોજ ફરજ દરમિયાન રોલિંગ-ઇન પરીક્ષણ કરતી વખતે તેમણે એક કોચની એર સ્પ્રિંગ દબાયેલી હોવાનું જોયું. તપાસ દરમિયાન એર પ્રેશર ન હોવું તથા કોક બંધ હોવાનું જાણવા મળ્યું. તેમણે તાત્કાલિક ખામી દુર કરી, લીકેજની તપાસ કરી અને ગાડી સુરક્ષિત રીતે આગળ જઈ શકે તે માટે C&W સ્ટાફ દ્વારા એસ્કોર્ટની વ્યવસ્થા કરી તેમજ કંટ્રોલને જાણ કરી.

2.    શ્રી ગ્રૈશકુમાર ડી.,લોકો પાયલટ, અમદાવાદ: 8 ડિસેમ્બર 2025ના રોજ ટ્રેન સંખ્યા19223 ચલાવતા સમયે ખોડિયાર સ્ટેશન નજીક ટ્રેક પર ભારે લોખંડનો ક્લેમ્પ પડેલો હોવાનું તેમણે જોયું. તેમણે તરત જ ટ્રેન રોકી. સહાયક લોકો પાયલટ દ્વારા ક્લેમ્પ દૂર કરવામાં આવ્યો. તપાસ બાદ ટ્રેનને અત્યંત સાવચેતી સાથે આગળ ચલાવવામાં આવી. તેમની સતર્કતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી.

3.    શ્રી સાજિદ અહમદ, પોઈન્ટ્સમેન, અમદાવાદ:12 ડિસેમ્બર 2025ના રોજ એક માલગાડી પસાર થતી વખતે તેમણે એક વેગનના બ્રેક શૂમાં આગ અને ચિંગારી જોવા મળી. તેમણે તરત જ લાલ સિગ્નલ બતાવીને ગાડી રોકાવી. સ્ટેશન સ્ટાફની મદદથી આગ બુઝાવવામાં આવી અને જરૂરી કાર્યવાહી બાદ ગાડી રવાના કરવામાં આવી.

4.    શ્રી રવિકુમાર મીના, ગેટમેન, જસાલી: 17 ડિસેમ્બર 2025ના રોજ પસાર થતી ગાડીના એક વેગનમાં તેમને ચિંગારી જોઈ, અને તેમણે તાત્કાલિક જાણ કરી. તપાસ દરમિયાન હોટ એક્સલ હોવાનું જણાયું. સહાયક એન્જિન મંગાવી સુરક્ષિત રીતે ગાડી સ્ટેશન પર લાવવામાં આવી અને સિક વેગન અલગ કરવામાં આવ્યો. તેમની સતર્કતા પ્રશંસનીય રહી.

5.    શ્રી દીપક યાદવ, સ્ટેશન માસ્ટર, ભદ્રેશ્વર રોડ: 18 ડિસેમ્બર 2025ના રોજ રન-થ્રૂ ગાડીનું નિરીક્ષણ કરતી વખતે તેમને એક વેગનમાંથી ચિંગારી અને દુર્ગંધ અનુભવાઈ. તેમણે તરત જ કંટ્રોલ તેમજ આગામી સ્ટેશનને જાણ કરી. તપાસ દરમિયાન બ્રેક બ્લોક જામ થયેલ હોવાનું જાણવા મળ્યું. વેગનને અલગ કરીને સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવેને તેમના કર્મચારીઓ પર ગર્વ છે, જે કર્તવ્યનિષ્ઠા અને સતર્કતાથી યાત્રીઓની સુરક્ષા તથા રેલ સંચાલનની વિશ્વસનીયતા જાળવી રાખે છે. આવા પ્રયાસો રેલવેમાં સંરક્ષા સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.

fashion

સંબંધિત સમાચાર

travel