દિપક રાવલ દાહોદ: ગરબાડા તાલુકાના ટૂંકીવજુના કાકોલ ફળિયામાં અવારનવાર દીપડાએ ગામના દસ્તક દેતા ગામ લોકોમાં ભયનો માહોલ સેવાયો હતો. દીપડો અવારનવાર ફળિયામાં તથા ઘરમાં ઘુસી આવી બકરાનો શિકાર કરતો હોવાની રજૂઆત ટૂંકીવજુ ગામના સરપંચ દ્વારા ગરબાડા ફોરેસ્ટ વિભાગને કરાઈ હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખીને, નાયબ વન સંરક્ષક બારીયા, આર એમ પરમારનાં માર્ગદર્શન હેઠળ ગરબાડા ફોરેસ્ટર એમ એલ બારીયા સહિતની ફોરેસ્ટ ટીમ દ્વારા ટૂંકીવજુના કાકોલ ફળિયામાં મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યુ હતુ. જેમા આજરોજ શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા દીપડાને રેસ્ક્યું સેન્ટર જાંબુઘોડા ખાતે મોકલી આપવામા આવેલ છે. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
ગરબાડાના ટુંકીવજુના કાંકોલ ફળિયામાં શિકારની શોધમાં આવેલો દીપડો આખરે પાંજરે પુરાયો
ગામ નજીક છુપાયેલો દીપડો આખરે પકડાયો
સંબંધિત સમાચાર
વડાપ્રધાન મોદીએ ગુજરાત ભાજપના ગુજરાતી નવા વર્ષના સ્નેહમિલન સમારોહને સંબોધિત કર્યો
NH-51 વિસ્તરણ: કેન્દ્ર સરકાર સુરેન્દ્રનગરમાં 37 હેક્ટર જમીન સંપાદિત કરશે
અમદાવાદનું UAEમાં કાયમી કેમ્પસ: ઉચ્ચ શિક્ષણમાં ભારત- સહયોગ