એસ્પિરેશનલ જિલ્લો નર્મદા આજે અન્ય જિલ્લાઓની જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે પોષણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસના ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ઓરિએન્ટેશન કામગીરી અંગે
બેઠક યોજાઈ હતી.
બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી અંજલીબેન ચૌધરી , બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મૌસમ પટેલ , ઈ.ચા.તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ધનંજય વળવી , તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારીશ્રી અશોક ભગતની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરેલ ૯ ગામોના આંગણવાડી કાર્યકર, આશાવર્કર સ્વ સહાય જૂથોની બેનો, શાળાના મુખ્ય શિક્ષકશ્રી, તલાટી કમ મંત્રીશ્રી તેમજ સરપંચશ્રીની ઓરિએન્ટેશન બેઠકનુ આયોજન કર્યું હતું.
સૌ સહભાગી થઈને પોષણ, આરોગ્ય અને શિક્ષણ વિષય કર્મયોગી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ બાબતે લગતી દરેક વિભાગ દ્વારા ભવિષ્યમાં શું કામગીરી કરવાની થશે અને કરવાની રહેશે એ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. એની સાથે સાથે જિલ્લામાં ચાલુ થનાર આરોગ્ય તપાસમાં ફિલ્ડના તમામ કર્મચારી તેમજ પદાધિકારીશ્રીઓ આ બાબતના વિષયમાં રસ લઈને એને સફળ બનાવે અને કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા માટે સૌને અપીલ કરી હતી.