રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાખો પ્રવાસીઓ માટે એક મનગમતું પ્રવાસન સ્થળ છે અહીંયા લાખો લોકો રજાના દિવસોમાં આવે છે પરંતુ ક્યારેક આ તરફ ચોરી ની ઘટના બનતી હોય હાલમાં સ્ટેચ્યુ જોવા આવેલાં એક પ્રવાસી પરિવાર નો મોબાઈલ કોઈ ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
.જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર તા-૧૩/૦૮/૨૦૨૩ ના રોજ નડિયાદ થી આવેલા પત્નિ તથા મિત્ર સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટિ ખાતે ફરવા માટે આવેલ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટિ ફરીને પરત એકતાનગર રેલ્વે સ્ટેશન ખાતે આવતા પત્નિ પોતાના બાળકને દુધ પીવડાવી રહ્યા હતા તે વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમ તેમનો README કંપનીનો મોબાઇલ જેની કી.રૂ.૫૦૦૦/- હોય તે ચોરી કરી લઇ જતા પતિ અમિતભાઈ ત્રિલોકસિંઘ ડાંગવાલ,રહે નડીયાદ, જી.ખેડા નાઓએ કેવડીયા પોલીસ માં જાણ કરતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોર ની તપાસ હાથ ધરી છે.