અમદાવાદ / ગાંધીનગર / ગુજરાત | આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે બીજી ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે બોરીજ ગામ મુકામે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભા યોજવા જઈ રહી છે, આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, હું પોતે અને અન્ય આમ આદમી પાર્ટીના આગેવાનો અને ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા માટેની લડત લડી રહ્યા છે. ગામડે ગામડે જઈને ખેડૂતો પાસેથી દુષ્કાળ જાહેર કરાવવાના ફોર્મ પણ ભરાવવામાં આવ્યા છે. આજે ઈસુદાન ગઢવી ખેડૂતો દ્વારા ભરવામાં આવેલા આ ફોર્મ લઈને બોરીજ ખાતે આયોજિત જનસભામાં પધારવાના છે. હું ગુજરાતના ખેડૂતોને આહવાહન કરું છું કે આપ પણ આ જનસભામાં પધારો. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી આજે મંચ પરથી સરકાર સમક્ષ દુષ્કાળ જાહેર કરવાની માંગ પણ કરવાના છે.
આમ આદમી પાર્ટી ગુજરાત