મુખ્ય સામગ્રી પર જાઓ

AAP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણી માટે જાહેર કરી સ્ટાર પ્રચારકોની લિસ્ટ

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી ૨૦ સ્ટાર પ્રચારકોની યાદીમાં પક્ષના શિર્ષસ્થ નેતૃત્વને સામેલ કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનો મુખ્ય રીતે સમાવેશ થાય છે. આ નેતાઓ રાજ્યભરમાં ફરીને પાર્ટીનો અવાજ બુલંદ કરશે.

AAP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણી માટે જાહેર કરી સ્ટાર પ્રચારકોની લિસ્ટ

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ ઓક્ટોબર મહિનામાં યોજાવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટી પૂરી મજબૂતી સાથે પ્રજાના મુદ્દાઓને લઈને આ ચૂંટણીઓમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીએ પોતાના તથા અભિયાનને વેગવંતુ બનાવવા માટે આજે સ્ટાર પ્રચારકોના નામની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં આમ આદમી પાર્ટીએ કુલ 20 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે.  આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.જવેલ વસરાનું નામ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

આ સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ કૈલાશદાન ગઢવી, જયંતિ પરનામી, પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. કાયનાત અન્સારી આથા, રાજકરણ ઠાકોર, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ, પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, તેજસ ગાજીપરા અને પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણનું નામ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ રીતે આમ આદમી પાર્ટીએ 20 સ્ટારપ્રચારકોના નામ જાહેર કર્યા છે અને આ તમામ સ્ટાર પ્રચારકો હવેથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જઈને સામાન્ય તથા પેટા ચૂંટણીમાં સભાઓ ગજવશે, લોકો માટે અવાજ ઉઠાવશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે વોટ માંગશે. આમ આદમી પાર્ટી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ, મધ્યમવર્ગ, ગરીબ વર્ગ, વંચિત, શોષિત વર્ગના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મેદાનમાં ઉતરી છે અને આગામી સમયમાં વધુમાં વધુ સીટો પર વિજય મેળવીને પ્રજાલક્ષી કામ કરવા માટે કટિબદ્ધ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP આમ આદમી પાર્ટી ગુજરાત પેટા ચૂંટણી

સંબંધિત સમાચાર