મુખ્ય સામગ્રી પર જાઓ

AAP ની નવી પહેલ: ગુજરાતભરમાં મહિલા મોરચાને વધુ મજબૂત બનાવવા નવી જવાબદારીઓ સોંપાઈ

આમ આદમી પાર્ટીએ મહિલા અને યુવા નેતૃત્વને આગળ લાવવા માટે ગુજરાતભરમાં નવી પહેલ શરૂ કરી છે. પાયલ સાકરિયાએ મહિલાઓને માત્ર વોટ બેંક ન બની રહેવા અને નેતૃત્વ સંભાળવા અપીલ કરી છે. જાણો કેવી રીતે AAP મહિલા મોરચો પરિવર્તનની લડાઈ લડશે.

AAP ની નવી પહેલ: ગુજરાતભરમાં મહિલા મોરચાને વધુ મજબૂત બનાવવા નવી જવાબદારીઓ સોંપાઈ

અમદાવાદ : આમ આદમી પાર્ટી મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી એવી સક્ષમ બહેનોને પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ અને સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જે મહિલાઓનો અવાજ મજબૂતાઈથી ઉઠાવી શકે. આ જવાબદારી માત્ર પદ નથી, પરંતુ એક સન્માન અને ક્રાંતિની શરૂઆત છે. આવનારા સમયમાં આ મહિલા સંગઠનો સમગ્ર ગુજરાતમાં મહિલાઓની સમસ્યાઓને મજબૂતાઈથી સરકાર સુધી પહોંચાડશે. આમ આદમી પાર્ટી હંમેશા મહિલાઓ અને યુવાનોને નેતૃત્વ કરવાની તક આપે છે. હું ગુજરાતભરની તમામ બહેનો અને યુવાનોને કહેવા માંગુ છું કે માત્ર વોટ બેંક બનીને રહેવાને બદલે આપણે સૌએ આ સિસ્ટમની અંદર રહીને કામ કરવું જોઈએ, નેતૃત્વ કરવું જોઈએ અને સિસ્ટમમાં રહેલી ગંદકીને દૂર કરવા માટે સાથે મળીને આગળ આવવું જોઈએ. તમે તમારા ગામ, શહેર, તાલુકા અને જિલ્લાનું નેતૃત્વ કરો અને પરિવર્તનના આ રથમાં જોડાઈને સમાજમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરો.

’આપ’ નેતા પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું હતુ કે આજે સમગ્ર ગુજરાતમાં યુવાનો બેરોજગારી, મહિલાઓ અસુરક્ષા અને સામાન્ય લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મહિલાઓ સાથે ગંભીર ગુનાઓ બની રહ્યા છે, બાળકો અને વાલીઓ શિક્ષણના વધતા ખર્ચથી પરેશાન છે, જ્યારે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભણેલા અને જાગૃત નાગરિકો તરીકે આપણી જવાબદારી બને છે કે આવનારી પેઢીના હિત માટે અવાજ ઉઠાવીએ અને નેતૃત્વ માટે આગળ આવીએ. પાર્ટીમાં જોડાઈને, ચૂંટણી લડીને અને સમાજની સમસ્યાઓને ઉજાગર કરીને આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. આજે જેમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે, તે તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ પોતાના વિસ્તારની મહિલાઓના પ્રશ્નોને મજબૂતાઈથી સરકાર સુધી પહોંચાડશે તથા સત્તા પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતના તમામ લોકોને પણ આ પરિવર્તનની લડાઈમાં જોડાવાનું આહ્વાન કરું છું.

Tags: Payal Sakariya AAP Gujarat પાયલ સાકરિયા AAP ગુજરાત AAP women wing Gujarat આમ આદમી પાર્ટી મહિલા મોરચો ગુજરાત Women empowerment in politics Gujarat Youth leadership in AAP

સંબંધિત સમાચાર