(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં તાજેતર માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચટણી થઈ હતી જેમાં વિજેતા ઉમેદવારો ને સૌએ અભિનંદન આપ્યા હતા અને હજુ પણ પંચાયત માં પદ સંભાળનાર હોદ્દેદારો ને તેમના સમર્થકો શુભકામના આપી રહ્યા છે ત્યારે હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ સાગબારાના નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન સુભાષભાઇ વસાવાની શુભેચ્છા મુલાકાત લઈ તેમના કાર્યકાળમાં સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યોનો લાભ સાગબારાના છેવાડાના લોકો સુધી પહોંચે એવી આશા અને અપેક્ષા સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ તકે નગરમંત્રી , કાર્યાલય મંત્રી અને નગર અધ્યક્ષ અમિત ગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
ABVP ના કાર્યકરોએ સાગબરા તાલુકા પંચાયત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લીધી
નર્મદા જિલ્લામાં તાજેતરમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચટણી થઈ હતી જેમાં વિજેતા ઉમેદવારોને સૌએ અભિનંદન આપ્યા હતા.
સંબંધિત સમાચાર
હર્ષ સંઘવીના હસ્તે 'નરેન્દ્ર મોદી એક સર્જક' પુસ્તકનું વિમોચન: જાણો શું છે ખાસ?
સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારની ઉચ્ચ સ્તરીય પરિષદ યોજાઈ
ભાવનગરના વિકાસને નવી ગતિ: રૂ. ૧,૮૫૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ