ગૌતમ અદાણીની કંપની અદાણી પાવરે ગુરુવારે સપોર્ટ પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ (SPPL)માં તેનો હિસ્સો વેચી દીધો છે. અદાણી પાવરે તેનો 100 ટકા હિસ્સો અદાણી કોનેક્સ પ્રાઇવેટ લિમિટેડ (ACX) ને રૂ. 1,556.5 કરોડમાં વેચ્યો છે.
ગઈકાલે BSE ફાઈલિંગમાં એવું કહેવામાં આવ્યું હતું કે સૂચિત ટ્રાન્ઝેક્શનના પક્ષકારોએ શેર ખરીદી કરારનો અમલ કર્યો છે. SPPLમાં 100 ટકા હિસ્સાનું એન્ટરપ્રાઇઝ મૂલ્યાંકન અંતિમ તારીખે રૂ. 1,556.5 કરોડ અંદાજવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં, અદાણી પાવરે તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સપોર્ટ પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડમાં તેનો હિસ્સો AdaniConnex પ્રાઈવેટ લિમિટેડને વેચવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા અને થોડા મહિના પછી જ વેચાણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સમાચાર આવતાની સાથે જ ગઇકાલે અદાણી પાવરના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે ટ્રેડિંગના અંત સુધીમાં કંપનીના શેરમાં 1.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી પાવર BSE ઇન્ડેક્સ પર 200.30 પોઈન્ટ પર બંધ રહ્યો હતો, જ્યારે તેના શેરની કિંમત શરૂઆતના વેપારમાં રૂ. 201.70 પ્રતિ સ્ક્રિપ હતી. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે શેર દીઠ રૂ. 211.40 સુધી ચઢ્યો હતો.
આ સિવાય હિંડનબર્ગ રિસર્ચના ખુલાસા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ, અદાણીએ પાછલા વર્ષમાં દર અઠવાડિયે 3,000 કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે, તેની કુલ નેટવર્થમાં 60 ટકાનો ઘટાડો કર્યો છે. હાલમાં, અદાણીની નેટવર્થ 53 બિલિયન યુએસ ડોલર હોવાનો અંદાજ છે.


