આલિયા ભટ્ટને મેગેઝિનના પ્રથમ નેક્સ્ટ ઇન્ડિયા લિસ્ટના કવર સ્ટાર તરીકે સ્થાન મળ્યું છે. આલિયા ભટ્ટે આ વિશેષ મુલાકાતમાં તેમની ફિલ્મ ઉદ્યોગની સફર, કારકિર્દીની પસંદગીઓ અને મહિલા કલાકાર તરીકેના પડકારો વિશે ખુલીને વાત કરી હતી.
વર્ષ 2012માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં પદાર્પણ કરનાર આલિયા ભટ્ટ માટે ઇમ્તિયાઝ અલીની ‘હાઈવે’ (2014) એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મમાં તેમણે વીરા ત્રિપાઠીનો પડકારજનક રોલ કર્યો હતો, જેણે દર્શકોને તેમની અભિનય ક્ષમતાનો પરિચય કરાવ્યો.
સાથેની વાતચીતમાં આલિયા ભટ્ટે જણાવ્યું કે તેઓ પૂર્વ નિર્ધારિત અપેક્ષાઓને તોડવા માંગતા હતા. તેમણે કહ્યું, “મારી વિશેની ધારણા હતી કે હું એક સુંદર છોકરી છું, સારી રીતે ડાન્સ કરું છું, પણ અભિનયની દ્રષ્ટિએ વધુ કંઈ નથી. તેથી જ્યારે ‘હાઈવે’ની ઓફર મળી, ત્યારે મેં તેને ઝડપી લીધી.”
‘હાઈવે’ પછી આલિયા ભટ્ટને ‘ઉડતા પંજાબ’ જેવી વધુ પડકારજનક ફિલ્મો મળી, જેમાં તેમણે પંજાબના ડ્રગ્સના વેપારમાં ફસાયેલી બિહારી સ્થળાંતરિત મજૂરની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ‘રાઝી’, ‘ડિયર ઝિંદગી’ અને ‘ગલી બોય’ જેવી ફિલ્મોમાં તેમણે મજબૂત પ્રદર્શન કર્યું છે.