કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવીલ સર્વિસીસ કલ્ચરલ અને સ્પોર્ટસ બોર્ડ, નવી દિલ્હી દ્વારા દર વર્ષે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વિવિધ રમત-ગમત, ગીત- સંગીત, નૃત્ય અને નાટક માટેની અખિલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
આ સ્પર્ધાઓમાં લોન ટેનિસ, એથ્લેટિક્સ, ગીત-સંગીત, નૃત્ય અને નાટક સ્પર્ધા, બેડમિન્ટન, પાવર લિફટીંગ, બાસ્કેટબોલ, વેઇટ લિફટીંગ, બેસ્ટ ફિઝિક (પુરૂષ), તરણ, કેરમ, ટેબલ ટેનિસ, ચેસ, વોલીબોલ, ક્રિકેટ (પુરૂષ) કુસ્તી, ફૂટબોલ, ખો-ખો, હોકી, યોગા, કબડ્ડી સહિતની સ્પર્ધાઓનું દર વર્ષે દેશનાં જુદાજુદા રાજ્યોમાં આયોજન કરવામાં
આવે છે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છુક લાયકાત ધરાવતા અધિકારી/કર્મચારીએ તા. ૩૦-૪-૨૦૨૪ સુધીમાં નાયબ સચિવ (કલ્યાણ) અથવા કલ્યાણ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, બ્લોક નં. 7, સચિવાલય, ગાંધીનગરને સંબોધીને અરજી કરવાની રહેશે. આ માટેનો જરૂરી સૂચનાઓ સાથેનો તા.૨૭-૦૧-૨૦૨૨નો પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગની (GSWANની) વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.


