અમદાવાદ / જૂનાગઢ / ગાંધીનગર | આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના ૫૬,૦૦૦ બૂથ પર સંગઠન નિર્માણનું વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે 'પોતાનું બૂથ, મજબૂત બૂથ'ના સૂત્રને સાર્થક કરવા માટે માત્ર કાર્યકર્તાઓ જ નહીં પરંતુ પ્રદેશ કક્ષાના નેતાઓ પણ સીધા ગ્રાઉન્ડ ઝીરો પર ઊતરી આવ્યા છે. આ અભિયાનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામે સૌરાષ્ટ્રમાં મોરચો સંભાળ્યો છે અને પોતાના વતન ઘુંસીયા ગામમાં રૂબરૂ પહોંચીને સ્થાનિક લોકો તથા ગ્રામજનો સાથે બેઠકો યોજી હતી. તેમણે ગામમાં ડોર-ટુ-ડોર પ્રચાર હાથ ધરીને સીધો સંવાદ સાધ્યો હતો અને સ્થાનિક બૂથ સમિતિઓની રચના તેમજ મજબૂતીકરણની કામગીરીમાં સક્રિય યોગદાન આપીને સંગઠનને છેક તળિયા સુધી વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં બુથ નિર્માણ અભિયાનની શરૂઆત કરવામા આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ચૂંટણીને લક્ષીને અંદાજે ૫૬,૦૦૦ જેટલા મતદાન મથકો (બૂથ) પર સંગઠન નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરેક બૂથ પર ૧૦ જેટલા વ્યક્તિઓની સંગઠન સમિતિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પક્ષ હોય, તેમના દ્વારા સંગઠનલક્ષી આવી કોઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટી જ એક માત્ર એવી પાર્ટી છે જેણે સંગઠનને મજબૂત કરવા છેક બૂથ સ્તર સુધી પહોંચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એના અનુસંધાને આજરોજ હું પોતે પણ મારા પોતાના ગામ (ઘુંસીયા) માં આ બૂથ અભિયાનમાં જોડાયો છું. આજે ગામમાં ઘર-ઘર (ડોર-ટુ-ડોર) પ્રચાર કરીને તથા સ્થાનિક લોકોને મળીને તમામ બૂથ માટેની મતદાન સમિતિઓ બનાવવાના કામમાં અમે લાગેલા છીએ. મારા પોતાના ગામની અંદર હું પોતે પણ આ બૂથ અભિયાનની કામગીરીમાં સક્રિય રીતે કામે લાગ્યો છું.
આમ આદમી પાર્ટી ગુજરાત