મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેનના રૂટમાં ફેરફાર: જાણો કઈ તારીખે કયા સ્ટેશન પર ટ્રેન નહીં રોકાય

લલિતપુર યાર્ડ રી-મૉડલિંગ કામગીરીને કારણે અમદાવાદ-દરભંગા સ્પેશિયલ (09465/09466) ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 17 અને 18 જુલાઈની મુસાફરી કરતા મુસાફરો રૂટ અને સ્ટેશન હોલ્ટની માહિતી અહીં વાંચો.

અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેનના રૂટમાં ફેરફાર: જાણો કઈ તારીખે કયા સ્ટેશન પર ટ્રેન નહીં રોકાય

યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ઉત્તર મધ્ય રેલવેના લલિતપુર સ્ટેશન પર પ્રસ્તાવિત યાર્ડ રી-મૉડલિંગ કામને લીધે પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત વિશેષ ભાડા સ્પેશિયલ ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ તથા 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલને નિર્ધારિત તારીખોમાં પરિવર્તિત માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે —

1. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા વિશેષ ભાડા સ્પેશિયલ 17 જુલાઈ, 2026 ના રોજ (અમદાવાદથી પ્રસ્થાન) નાગદા-કોટા-સવાઈ માધોપુર-બયાના-ઈદગાહ આગરા-ટૂંડલા-ગોવિંદપુરી-પ્રયાગરાજ માર્ગથી સંચાલિત થશે. આ દરમિયાન આ ટ્રેન ઉજ્જૈન જંકશન, ગુના જંકશન, બીના જંકશન તથા વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંકશન સ્ટેશનો પર નહીં રોકાય.

 

2. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ વિશેષ ભાડા સ્પેશિયલ 18 જુલાઈ, 2026 ના રોજ (દરભંગાથી પ્રસ્થાન) પ્રયાગરાજ-ગોવિંદપુરી-ટૂંડલા-ઈદગાહ આગરા-બયાના-સવાઈ માધોપુર-કોટા-નાગદા માર્ગથી સંચાલિત થશે. આ દરમિયાન આ ટ્રેન વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંકશન, બીના જંકશન, ગુના જંકશન તથા ઉજ્જૈન જંકશન સ્ટેશનો પર નહીં રોકાય.

 

યાત્રીઓને જણાવવામાં આવે છે કે તેઓ યાત્રાથી પહેલાં ટ્રેનના સમય, હોલ્ટ અને અન્ય વિગતોની માહિતી માટે www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.

Tags: Indian Railways News રેલવે સ્પેશિયલ ટ્રેન 09465 યાત્રી સૂચના અમદાવાદ દરભંગા ટ્રેન ટ્રેન હોલ્ટ કેન્સલેશન ટ્રેન રૂટમાં ફેરફાર અમદાવાદ રેલવે સ્ટેશન અપડેટ લલિતપુર યાર્ડ કામગીરી

સંબંધિત સમાચાર