મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદથી મુંબઈ જવા માટે નવી ટ્રેનોનું આયોજન: IRCTC પર બુકિંગ ૩૦ મે થી ઉપલબ્ધ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે બે જોડી વિશેષ સુપરફાસ્ટ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને દોડાવવામાં આવતી આ ટ્રેનો માટે બુકિંગ ૩૦ મે થી શરૂ થશે. સમયપત્રક અને સ્ટેશન સ્ટોપેજની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

અમદાવાદથી મુંબઈ જવા માટે નવી ટ્રેનોનું આયોજન: IRCTC પર બુકિંગ ૩૦ મે થી ઉપલબ્ધ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી તેમની સુવિધા માટે વિશેષ ભાડા પર મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે જોડી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 09021/09022 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09021 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ 31 મે, 2026 (રવિવાર) ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 06:20 કલાકે પ્રસ્થાન કરશે તથા  એ જ દિવસે 12:40 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09022 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ 31 મે, 2026 (રવિવાર) ના રોજ અમદાવાદથી 15:10 કલાકે પ્રસ્થાન કરશે તથા 21:45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન બોરીવલી, વાપી, સૂરત, ભરૂચ અને વડોદરા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં (શતાબ્દી રેક) એક્ઝિક્યુટિવ ચેરકાર, એસી ચેરકાર, અનુભૂતિ ક્લાસ કોચ અને એક વિસ્ટાડોમ કોચ હશે.

2. ટ્રેન નંબર 09044/09043 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ-વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09044 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 01 જૂન, 2026 (સોમવાર) ના રોજ અમદાવાદથી 03:50 કલાકે પ્રસ્થાન કરશે તથા 12:15 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09043 બાન્દ્રા ટર્મિનસ-વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ 01 જૂન, 2026 (સોમવાર)  ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 23:45 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે (મંગળવાર) ના રોજ 08:00 કલાકે વટવા પહોંચશે.

ટ્રેન નંબર 09044 વડોદરા, ભરૂચ, સુરત, વાપી, પાલઘર અને બોરીવલી ખાતે ઉભી રહેશે અને ટ્રેન નંબર 09043 બોરીવલી, પાલઘર, વાપી, ઉધના, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી-3 ટિયર અને સ્લીપર શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 09021/09022 અને 09044/09043 નું બુકિંગ 30.05.2026 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચનાની વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Tags: અમદાવાદ ન્યૂઝ અમદાવાદ ahmedabad mumbai train મુંબઈ સેન્ટ્રલ IRCTC

સંબંધિત સમાચાર