મુખ્ય સામગ્રી પર જાઓ

અમરેલી અને જૂનાગઢમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની કથળતી સ્થિતિ ખુલ્લી: ૨૦માંથી ૧૪ જગ્યાઓ ખાલી હોવાનો ધડાકો

ગાંધીનગરમાં વિધાનસભા સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની કથળતી જતી વહીવટી સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વિધાનસભામાં રજૂ કરેલા પ્રશ્નોના જવાબો ટાંકીને ખુલાસો કર્યો હતો કે, અમરેલી અને જૂનાગઢ જેવા મહત્વના જિલ્લાઓમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPEO) ની કુલ મંજૂર થયેલી ૨૦ જગ્યાઓમાંથી ૧૪ જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે, જેમાં અમરેલી જિલ્લાની ૯ માંથી ૭ અને જૂનાગઢની જગ્યાઓનો સમાવેશ થાય છે.

અમરેલી અને જૂનાગઢમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની કથળતી સ્થિતિ ખુલ્લી: ૨૦માંથી ૧૪ જગ્યાઓ ખાલી હોવાનો ધડાકો

અમદાવાદ / જૂનાગઢ / ગાંધીનગર  : ગાંધીનગરમાં વિધાનસભા સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની કથળતી જતી વહીવટી સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વિધાનસભામાં રજૂ કરેલા પ્રશ્નોના જવાબો ટાંકીને ખુલાસો કર્યો હતો કે, અમરેલી અને જૂનાગઢ જેવા મહત્વના જિલ્લાઓમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPEO)ની કુલ મંજૂર થયેલી ૨૦ જગ્યાઓમાંથી ૧૪ જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે, જેમાં અમરેલી જિલ્લાની ૯ માંથી ૭ અને જૂનાગઢની જગ્યાઓનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારો આંકડો ભેસાણ તાલુકામાંથી સામે આવ્યો છે, જ્યાં ખુદ શિક્ષણ મંત્રીના જવાબ મુજબ વર્ષ ૨૦૧૩થી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી પડી છે. તાલુકાભરની સરકારી શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દેખરેખ તથા સુપરવિઝનની મુખ્ય જવાબદારી TPEOની હોય છે, પરંતુ વર્ષોથી આ અધિકારી વગર જ વહીવટ ચલાવવામાં આવી રહ્યો હોવાથી પ્રાથમિક શિક્ષણનું તંત્ર સાવ ખોરવાઈ ગયું છે.

શાસક પક્ષ પર કટાક્ષ કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, એક તરફ દેશને વિશ્વગુરુ બનાવવાની, ડબલ એન્જિન સરકારના દાવાઓ કરવાની અને મોટા આઇટી પાર્ક કે ડેટા સેન્ટર બનાવવાની વાતો થાય છે, પરંતુ બીજી તરફ શાળાઓનો પાયાનો વહીવટ સંભાળવા અધિકારીઓની નિમણૂક કરવાની ક્ષમતા પણ સરકાર પાસે નથી. તેમણે ભાજપના ધારાસભ્યોને આડે હાથ લેતા પડકાર ફેંક્યો હતો કે, જો ડબલ એન્જિન સરકારમાં ખરેખર કામ થતાં હોય તો તાત્કાલિક પોતાના જ જિલ્લાઓ અને તાલુકાઓમાં ખાલી પડેલી TPEOની જગ્યાઓ ભરાવીને બતાવે. શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી આ ગંભીર બેદરકારીને દેશના અને બાળકોના ભવિષ્ય માટે અત્યંત ખતરનાક ગણાવતા તેમણે ગુજરાતના તમામ શિક્ષકો, વાલીઓ અને શિક્ષણપ્રેમી નાગરિકોને જાગૃત થવા અપીલ કરી હતી, જેથી પ્રાથમિક શિક્ષણને બરબાદ થતું અટકાવી શકાય અને સરકાર પોતાની જવાબદારી સમજે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદર ગાંધીનગર વિધાનસભા પ્રાથમિક શિક્ષણ અધિકારી

સંબંધિત સમાચાર