મુખ્ય સામગ્રી પર જાઓ

રાજપીપળામાં જાતી વિરૂદ્ધ શબ્દો બોલી દૂધનાં કેનનું ઢાંકણું મારનાર શખ્સ વિરૂદ્ધ એટ્રોસીટીનો ગુનો દાખલ

અગાઉ ફરિયાદીનાં ઘરે પણ આ વ્યક્તિ દૂધ આપતો હોય ત્યારે તેમની પત્ની સાથે આડા સંબંધનો શક કરી દૂધવાળાને ઠપકો આપ્યો હતો તેની રિશ રાખી.  

રાજપીપળામાં જાતી વિરૂદ્ધ શબ્દો બોલી દૂધનાં કેનનું ઢાંકણું મારનાર શખ્સ વિરૂદ્ધ એટ્રોસીટીનો ગુનો દાખલ

રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નાં નવા ફળિયા વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી થતા દૂધનાં લગવા વાડાએ કેનનું ઢાંકણું મારી અપશબ્દો બોલતા ફરિયાદ નોંધાઇ છે.

મળતી વિગતો અનુસાર અનિલકુમાર રણછોડભાઇ ગોહીલ, રહે.રાજપીપલા દરબાર રોડ નાઓની ફરિયાદ મુજબ તેઓ પોતાની ઓટો રીક્ષા નંબર જી.જે.૦૬ બી.યુ. ૩૨૯૯ની લઈ નવા ફળિયા માંથી પસાર થઇ રહેલ હતા તે સમયે દેવાભાઇ ગોવિંદભાઇ રબારી રહે.લાછરસ રબારી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા નાઓ દુધના લગવા વાળાઓને દુધ આપવા માટે મોટર સાયકલ પર બંન્ને બાજુ દુધની કેનો બાંધી રોડ ઉપર તેની મોટર સાયકલ ઉભી રાખેલ હોવાથી તેની મો.સા.રોડની સાઇડમાં ખસેડવા સારૂ કહેતા અને અગાઉ આરોપી ફરીયાદીના ઘરે દુધ આપવા સારૂ જતા હોય ફરીયાદી પોતાની પત્નિ સાથે આડા સબંધ રાખતા હોવાની શંકાને લઇને અગાઉ ઠપકો પણ આપેલ હોય તેમજ તેઓ અનુસુચિત જાતિનો હોવાનું સારી રીતે જાણતો હોય જેની રીશ રાખીને ફરીયાદી ઉપર એકદમ ગુસ્સે થઇ ગાળો બોલી તને બહુ ચરબી ચડી ગયેલ છે તને હુ કેટલા દિવસથી શોધુ છુ આજે ઘાટમાં આવેલ છે આજે તને છોડવાનો નથી તેમ કહી જાતિ વિષયક અપમાનિત અપશબ્દો બોલી ફેટ પકડી રીક્ષામાંથી બહાર ખેંચી કાઢી નીચે પાડી દઇ દુધની કેનનું ઢાંકણ માથાના ભાગે મારી ઇજા કરી ફરીયાદીએ બુમાબુમ કરતા માણસો દોડી આવતા દૂધવાળાએ  જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે દેવાભાઇ ગોવિંદભાઇ રબારી વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.

સંબંધિત સમાચાર